અલ્પેશ ઠાકોરે કેમ કહ્યું કે મને પાડી દેવા લોકો ઉભા થયા છે – જાણો શું હોઇ શકે છે મામલો

By: nationgujarat
24 Dec, 2024

ગુજરાતમા બે યુવા નેતા કે જેઓ સમાજના ખંભે આંદોલનની લાકડી મુકી આજે ધારાસભ્ય બની ગયા છે અને પાછા એ જ પાર્ટીના ધારાસભ્ય બન્યા છે કે જે પક્ષ વિષે ભુંડુ બોલવામાં શબ્દોકોષનો કોઇ શબ્દ બાકી નથી રાખ્યો જી વાત છે છે અલ્પેશ અને હાર્દીક પટેલની. તો હવે અલ્પેશ ઠાકોરને પાડી દેવા માટે કોઇ કાવતરુ કરી રહ્યુ છે તેવુ નિવદેન કર્યુ છે  અલ્પેશ ઠાકોરે કર્યુ છે .

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા દ્વારા પાલનપુર તાલુકા શહેર સ્નેહ મિલન કાર્યક્રમ  અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામા યોજાયો હતો જેમા ભાજપના નવા નવા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત મોટી સંખ્યામા ઠાકોર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સંબોધન કરતા કહ્યુ હતું કે સમાજ શિક્ષણમા વધુ ભાર આપે અને જે યુવાનો રાજકીય ક્ષેત્રે રસ ધારવે છે તેવો આગળ આવે.

જો કે અલ્પેશ ઠાકોરને લીલી પેનશી સહી કરવાનુ સ્વપ્ન છે ટુંક સમયમા ભાજપ તે સ્વપ્ન પુરી કરી શકે છે. પરંતુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીવ આવી રહી છે એટલ એ એક તિર બે નિશાન જેવુ કામ અલ્પેશ ઠાકોરે કર્યુ છે. આ સાથે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર પણ આકરા શબ્દોમા વિરોધ કર્યો હતો. રાજકારણમા સમાજમાથી નવી પેઢીને તૈયાર કરવા કેટલા લોકો પોતે જ એકને એક જગ્યાએ ચોટી બેસી ગયા છે. જેને તાલુકા પંચાયત હોય કે જીલ્લા પંચાયત હોય કે ધારાસભ્ય અને સાંસદ માટે જેમને મે  તૈયાર કર્યા છે તેઓ હવે મને પાડી દેવા સક્રિય થયા છે. તો આવું કોણ છે કે જે અલ્પેશ ઠાકોરને પાડી દેવામા રસ ઘરાવે છે.

મને પાડી દેવાના નિવેદન મામલે મીડિયાએ જ્યારે અલ્પેશ ઠાકોરને સવાલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે,  મુળ વિષય એવો છે કે જે લોકો મોટા થાય છે તે પછી સમાજને ભુલી જાય છે.દરેક વ્યક્તિ સમાજનથી ઉજળો હોય છે,આજે હું જે પણ છું તે મારા સમાજના યુવાનો અને સંગઠનને કારણે છું. તેમણે મને મોટો કર્યો છે.   રાજનીતીમા યુવાનોને નજરઅંદાન ન કરે તે માટે અમાસુ સંગઠન કામ કરે છે.


Related Posts

Load more