જો તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ગઈકાલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આજથી ભક્તો માટે દર્શન શરૂ કરવામાં આવ્યા છે. જો તમે અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે માત્ર 10 દિવસ રાહ જોવી પડશે. ત્યારબાદ અયોધ્યા જવા માટેની ફ્લાઈટની ટિકિટ સસ્તી થઈ શકે છે.
હાલમાં અયોધ્યા માટેની લગભગ બધી જ ફ્લાઈટની ટિકિટ ફુલ છે અથવા તો તેના ભાવ ખૂબ વધારે છે. તેથી સામાન્ય લોકો માટે પ્લેનમાં અયોધ્યા જવું થોડું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતિમાં તમને જણાવીએ કે 10 દિવસ બાદ ફ્લાઈટ્સની ટિકિટ કેટલી સસ્તી થશે.
જો તમે અયોધ્યા જવા માટે 10 દિવસ બાદ ફ્લાઇટની ટિકિટ બુક કરાવો છો, તો તમને હાલના ભાવ કરતા 70 ટકા ઓછા ભાવે મળશે. આ ઉપરાંત ભગવાન શ્રી રામના દર્શન કરવામાં પણ કોઈ વિલંબ નહીં થાય. હાલમાં અયોધ્યા જતી બધી જ ફ્લાઇટના ભાવ અનેક ગણા વધ્યા છે. આજની એટલે કે 23 જાન્યુઆરીના રોજની વાત કરીએ તો અયોધ્યા જનારી ફ્લાઈટની ટિકિટના ભાવ 10,000 થી 15,000 રૂપિયા જેટલા છે
જો તમે અયોધ્યા જવા માટે 10 દિવસ બાદ ટિકિટનું બુકિંગ કરાવશો તો તમને પ્લેનની ટિકિટ 3,000 રૂપિયાથી લઈને 4,000 રૂપિયા સુધીમાં મળી જશે. આજથી 10 દિવસ બાદ એટલે કે 3 ફેબ્રુઆરીની વાત કરીએ તો દિલ્હીથી અયોધ્યાની ફ્લાઇટની ટિકિટ 3,522 રૂપિયાથી લઈને 4,408 રૂપિયાની વચ્ચે મળી રહી છે.4 ફેબ્રુઆરીના દિવસે પરત ફરવાની ટિકિટની વાત કરીએ તો સ્પાઈસ જેટ માત્ર 3,022 રૂપિયામાં ટિકિટ આપી રહી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ટિકિટ તેનાથી થોડી મોંઘી છે. તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં ટિકિટ સમયાંતરે મોંઘી થાય છે. તેથી જો તમે પ્લાન થોડો વહેલો બનાવશો તો તમને સસ્તામાં પ્લેનની ટિકિટ મળી જશે.