અમેરિકામા રાષ્ટ્રીપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ની જીત થોડીવારમા સંબોધન કરશે ટ્રમ્પ 47મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ટ્ર્મપ ,
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર 7 રાજ્યોમાં મતગણતરી બાકી છે. અત્યાર સુધીમાં 43 રાજ્યોના પરિણામ આવી ચૂક્યા છે. જેમાંથી 27માં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને 15માં ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસનો વિજય થયો છે.
ટ્રમ્પ બહુમતથી માત્ર 23 સીટ દૂર છે. તેમને 538 બેઠકોમાંથી 248 બેઠકો મળી છે, જ્યારે કમલાને 214 બેઠકો મળી છે. બંને વચ્ચે માત્ર 34 સીટોનો તફાવત છે. જોકે, બાકીના 7 રાજ્યોમાંથી 6 રાજ્યોમાં ટ્રમ્પ આગળ છે. આવી સ્થિતિમાં, જોરદાર લડત આપવા છતાં, કમલા ચૂંટણી હારવાના અણીએ છે.
અમેરિકન મીડિયાનો મોટો દાવો – ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યાં
વોટિંગ-કાઉન્ટિંગ વચ્ચે અમેરિકન મીડિયાએ મોટો દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. અમેરિકાના ફોક્સ ન્યૂઝ ચેનલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રમ્પને 277 ઈલેક્ટોરલ વોટ મળ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કમલા તમામ સ્વિંગ સ્ટેટ્સમાં પાછળ
જો કમલા હારશે તો તેનું એકમાત્ર કારણ સ્વિંગ સ્ટેટ્સ હશે. કમલાને આમાંથી કોઈમાં લિડ મળી નથી. 7 સ્વિંગ રાજ્યોમાંથી, ટ્રમ્પે 2 જીત્યા છે અને 5માં આગળ છે. છેલ્લી ચૂંટણીમાં, ટ્રમ્પે માત્ર એક સ્વિંગ સ્ટેટ, નોર્થ કેરોલિના જીતી હતી. સ્વિંગ સ્ટેટ્સ એવા રાજ્યો છે જ્યાં બંને પક્ષો વચ્ચે વોટ માર્જિન ખૂબ જ ઓછું છે. આ કોઈપણ રીતે જઈ શકે છે. આ રાજ્યોમાં 93 સીટો છે.