અમિત શાહ આ તારીખે ગાંધીનગરથી ભરશે ઉમેદવારી ફોર્મ

By: nationgujarat
07 Apr, 2024

Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યુ છે, કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે ગુજરાતમાંથી તમામ 26 બેઠકો જીતીને મોટી ગિફ્ટ આપવાના પ્રયાસમાં ભાજપ લાગ્યુ છે, ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રક ભરશે અને રૉડ શૉ કરીને જંગી જનસભાને સંબોધશે.

આગામી દિવસોમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી ભત્રક ભરી શકે છે. ગાંધીનગર લોકસભા બેઠકથી અમિત શાહ ઉમેદવારી પત્રક ભરશે. હાલમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પર જ સાંસદ છે. આ દિવસે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અમિત શાહ ઉમેદવારી પત્રક ભરવા માટે સમર્થકો સાથે પહોંચશ. આ ઉપરાંત આગામી 17મી એપ્રિલે રામનવમીના દિવસે અમિત શાહ એક રૉડ શૉ પણ કરશે. સુત્રો અનુસાર, 17મી એપ્રિલે ગાંધીનગર લોકસભા અંતર્ગત વિધાનસભા ક્ષેત્રમાં રૉડ શૉ કરવાની શક્યતા છે. ઉમેદવારી પત્રક ભરતા પહેલા અમિત શાહ એક મોટી જનસભાને પણ સંબોધી શકે છે. લોકસભા અંતર્ગતની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રૉડ શૉનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2019માં અમિત શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી મોટી જીત મળી હતી. 2019માં અમિત શાહને 69.67 ટકા મત મળ્યા હતા.

રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય
ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.

રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે.

વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું –
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.


Related Posts

Load more