સંસદમાં આજથી બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના ભાષણમાં સરકારલક્ષી યોજનાઓની સફળતા અને દેશના વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારૂ આર્થિક સર્વેક્ષણ 2024-25 આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનના નેતૃત્વ હેઠળની ટીમે તૈયાર કર્યું છે.
રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું હતું કે, દેશનું એવિએશન સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. દેશની વિવિધ એરલાઈન કંપનીઓએ 1700થી વધુ નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે. સરકાર એરપોર્ટનું સતત વિસ્તરણ કરી રહી છે. છેલ્લા દસ વર્ષમાં દેશના એરપોર્ટની સંખ્યા બમણી થઈ છે.
11.25 AM
રાષ્ટ્રપતિએ સરકારની વિવિધ સ્કીમની સફળતા જણાવી
આવાસ યોજના, સ્વામિત્વ કાર્ડ, પીએમ કિસાન, આયુષ્માન ભારત, મુદ્રા યોજના, પીએમ વિદ્યા લક્ષ્મી યોજના, ઈ-ગ્રામ સ્વરાજ યોજના, વંદે ભારત, વન નેશન વન ઈલેક્શન, વિકસિત ભારત, પીએમ ઉજ્વલા યોજના, લખપતિ દીદી, સૌભાગ્ય યોજના, રેરા, ઉડાન, 8મું પગાર પંચ, યુપીએસ સહિતની સ્કીમની સફળતા અંગે માહિતી આપી. ડિજિટલ ક્ષેત્રે ભારતનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગ્રોથનો ઉલ્લેખ કર્યો.
11.17 AM
અઢી કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ મુર્મૂએ વધુમાં જણાવ્યું હતું કે, યુુવાનોને રોજગારીની તકો આપી છે. છેલ્લા બે વર્ષમાં સરકારમાં બે લાખ સ્થાયી રોજગારી આપી છે. 2.5 કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા છે. દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપ છે. જે ઈનોવેશન સાથે ઉભરી રહ્યા છે. સ્પેસ સેક્ટરમાં 1000 કરોડના ખર્ચે વેન્ચર કેપિટલની શરૂઆત થઈ છે. ભારતને ગ્લોબલ ઈનોવેશન માટે પાવર હાઉસ બનાવવાનો સંકલ્પ પૂર્ણ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. 10000 કરોડના ખર્ચે વિજ્ઞાન અને ઈનોવેશન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઈન્ડિયા એઆઈ મિશનની શરૂઆત કરી છે. ભારત ડિજિટલ ઈનોવેશન અને એઆઈ મામલે વિશ્વભરમાં ઉભરી આવતો દેશ છે.
11:15 AM
બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ તેમના અભિભાષણમાં કહ્યું કે અમારી સરકાર મધ્યમવર્ગનું પોતાનું ઘર હોવાનું સપનું પૂરું કરવા પ્રતિબદ્ધ છે. મધ્યમવર્ગને હોમ લોનમાં સબસિડી આપી છે.