આજે અમરેલી ના રાજુલા ખાતે જિલ્લા પંચાયતના આગેવાનો આજે સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.સી.આર.પાટીલે હળવી શૈલીમા અમરિષ ડેરને ટકોર કરી કે મે તમારા માટે રૂમાલ રાખી જગ્યા રોકી હતી. ગુજરાતમા કોઇને જાહેરમા આમંત્રણ આપ્યુ હોય તો તે અમિરષ ડેરને આપ્યુ હતું. વિઘાનસભાની ચૂંટણી સમયે અમિરષભાઇ ડેરને ટીકિટ માટે હિરાભાઇ સોલંકી સાથે ચર્ચા કરી કહ્યુ હતું અને હીરાભાઇ સોલંકીએ પ્રમાણીકતાથી તેમને લાવવા તૈયાર હતા આ જ ભાજપનુ કલ્ચર છે. પાર્ટીના નિર્ણયને સ્વીકારી લેવુ એ કાર્યકર્તાઓ કરતા રહે છે. અમરિષભાઇ ડેરને ટકોર કરી હતી કે જે પાર્ટીમા રહ્યા હતા તેમની મીડિયા સામે ટીકા ન કરતા.
ભાજપમા આગેવાનો જોડાઇ રહ્યા છે તે અંગે પાટીલે જણાવતા કહ્યુ કે, અલગ અલગ પાર્ટીમા કામ કરતા નેતઓ ભાજપમા જોડાઇ રહ્યા છે કારણ કે તેમને જે પાર્ટીમા 40 40 વર્ષથી કામ કર્યુ પણ પાર્ટી નેતૃત્વ હિન દિશા હિન થઇ ગઇ હોય ત્યારે તેમને ભાજપમા આવ્યા સિવાય કોઇ ઉપાય નથી. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કહ્યુ છે કે જે લોકોને લોકોના કામ કરવા છે સેવા કરવી છે તેમને ભારતીય જનતા પાર્ટીમા પ્રવેશ આપવો જોઇએ અને આ કારણે આજે મોટી સંખ્યામા લોકો ભાજપમા જોડાઇ રહ્યા છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રયાસ કરીએ.
પાટીલે ઇતિહાસની વાતો વાગોળતા જણાવ્યું કે, માધવસિંહ સોંલંકીએ 1984મા ખામ થીયરી અપનાવી ભાગલા પાડી સત્તા મેળવી. મોદી સાહેબે જાતિ જ્ઞાતિ અને પ્રાંતના બદલે અલગ પ્રકારનો સંકલ્પ કર્યો. મોદી સાહેબ ચાર ભાગલા પાડયા જેમા ખેડૂત,મહિલા,યુવા અને ગરિબો પરકામ પર ભાર આપી રહ્યા છે. કોંગ્રેસને ક્યારે લોકસભાનુ ભવન બદલવાનો વિચાર ન આવ્યો પણ મોદી સાહેબે સુંદર લોકસભા ભવનનુ નિર્માણ કર્યુ અને પહેલો ઐતિહાસીક નિર્ણય મહિલાઓ માટે કર્યો કે જેમા લોકસભા અને રાજયસભામાં 33 ટકા અનામત અપાવ્યું.