અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

By: nationgujarat
26 Dec, 2024

Road Accident In Ahmedabad: અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો.


Related Posts

Load more