અમદાવાદના મેમનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે 5-6 ગાડીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત
શહેરના મેમનગર વિસ્તારમાં અર્ટીગાના કાર ચાલકે અકસ્માત સર્જતા 5-6 ગાડીઓને ટક્કર મારી હતી. કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. GJ-01-WA-5408 નંબરની અર્ટીગા કારે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધી હતી. અકસ્માતને કારણે કેટલીક ગાડીઓ ઉંધી પડી ગઇ હતી જ્યારે કેટલીક ગાડી ઝાડ સાથે અથડાઇ હતી.
આ અકસ્માતમાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.