ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા GCCIની જાણ બહાર તેમના કોટામાં ભાજપ નેતાની નિમણુક કરતા વિવાદ સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદેશ ભાજપ શોસિયલ મીડિયા કન્વિનર મનન દાણીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મેમ્બર તરીકે નિમણૂક કરી હતી.
સરકારના કોમન યુનિ. એક્ટ અંતર્ગત 6 નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિયુટીવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં 22માંથી 11 મેમ્બર જ નિમાયા હતા, અને 50 ટકા જગ્યા ખાલી હતી, ત્યારે તાજેતરમાં યુનિ.ના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂએ બે મેમ્બરની નિમણૂંક કરી છે.
GCCIને આ મામલે સમગ્ર જાણ થઈ હતી, તેમણે ગુજરાત યુનિવર્સિટીને અંગે પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે અમે આવા કોઈ નામની ભલામણ કરી નથી.વધુમાં તેમણે કહ્યું કે અમને આ નિમણુક અંગે પહેલા પત્ર લખો અને પછી અમે આ નામની ભલામણ કરીશું.