શિયાળામાં રોજ ખાઓ 1 ચમચી ચ્યવનપ્રાશ, ઘરે બનાવતા રાખો આ વાતનું ધ્યાન

શિયાળાની સીઝનમાં ચ્યવનપ્રાશનું મહત્વ વધી જાય છે. જો તમે જોયું હોય તો આ સીઝનમાં આર્યુવેદિક ચીજોમાં ચ્યવનપ્રાશ સૌથી વધારે વપરાય છે. હવે બજારમાં પણ વિવિધ કંપનીના ચ્યવનપ્રાશ તૈયાર મળે છે. જો તમે તેને ઘરે બનાવવા ઇચ્છો છો તો તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તો જાણી લો રેસિપિ અને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ. આ તમારા બાળકોને માટે ખૂબ જ હેલ્ધી રહે છે.

ચ્યવનપ્રાશ ખાવાનો યોગ્ય સમય સવારનો માનવામાં આવે છે. સવારે ભૂખ્યા પેટે 1 ચમચી ચ્યવનપ્રાશ ખાઈ લેવું જરૂરી છે. શિયાળામાં તમે તેને દિવસમાં 2 વાર પણ ખાઈ શકો છો. આમ તો તેમાં હેલ્થ અને સીઝનના આધારે અનેક લાભદાયી વસ્તુઓ હોય છે જે ફાયદારૂપ માનવામાં આવે છે.

સામગ્રી

અઢી કિલો આમળા

બિદરીકંદ

સફેદ ચંદન

અકરકરા

શતાવરી

બ્રાહ્મી

બેલ

નાની હર

કમલ કેસર

જટામાનસી

ગોખરુ

લવિંગ

નાગરમોથા

તુલસી પાન

લીમડો

મલેઠી

સૂઢ

મુનક્કા

અશ્વગંધા

દરેક વસ્તુ પ્રમાણસર લેવી

સવાલો ગ્રામ તલનું તેલ , સવાસો ગ્રામ ઘી, દોઢ કિલો ખાંડ,દસ ગ્રામ ઇલાયચી,દસ ગ્રામ નાગકેસર,દસ ગ્રામ તજપત્તા,સવા સો ગ્રામ મઘ,એક ગ્રામ કેસર,પચાસગ્રામ બર્સલોચન,પંચાર ગ્રાંમ નાની પીપર,પચીસ ગ્રામ દાળચીની

સૌ પહેલાં સ્ટીલના વાસણમાં છ લિટર પાણીને ગરમ કરવા મૂકો. ગોખરુંને કપડાંમાં બાંધો. દરેક મસાલાને એક બાદ એક પાણીમાં નાંખો. હવે ગોખરુંને કપડાંમાં બાંધો અને તેની પોટલી બનાવીને તેને પાણીમાં નાંખો. હવે તેમાં અઢી કિલો આમળા પણ ઉમેરો. આ દરેક ચીજને મિડિયમ ગેસ પર બે કલાક ઉકળવા દો. તેને ઢાંકીને 12 કલાક સુધી રહેવા દો. હવે તેમાંથી આમળાને કાઢો. તેને પાણીમાં નાંખો અને ધોઇ લો. આમળામાંથી અલગ જ સુગંધ આવશે. હવે આમળાનો પલ્પ કાઢો. તેને હાથથી જ અલગ કરી દો. તેને વાટકી કે હાથથી ચાળણીમાં ચાળો. તેના રેસા રહેશે અને રસ નીચે રહેશે. તૈયાર છે આમળાનો પલ્પ. પહેલાં એક લોખંડની કડાઇ ગરમ કરો અને હવે તેલ નાંખો. તેમાં ઘી પણ એડ કરો. તેમાં આમળાનો પલ્પ ઉમેરો અને તેને શેકો. તે ઘટ્ટ થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી ચલાવો. તેમાં દોઢ કિલો ખાંડ ભેળવો. તે ઘટ્ટ થશે. તે ઠંડુ થાય ત્યારે તેમાં ઇલાયચી. નાગકેસર, તેજપત્તા, મધ, કેસર, બર્સલોચન, નાની પીપર, તજને મિક્સરમાં ક્રશ કરો. ચ્યવનપ્રાશ ઠંડુ થાય એટલે આ પાવડરને તેમાં મિક્સ કરો. મધ ઉમેરો. બધી ચીજને સારી રીતે મિક્સ કરો. તૈયાર છે ચ્યવનપ્રાશ.

નોંઘ – ચ્યવનપ્રાશ બનાવતી સમયે કોઇપણ કામમાં તાંબા કે પિત્તળના વાસણ ન વાપરવા. સ્ટીલ કે લોખંડના વાસણનો ઉપયોગ આવશ્યક છે. અહીં આપવામાં આવેલી ભેળવવાની ચીજો આર્યુવેદિક સ્ટોર્સ પર સરળતાથી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe