શિંગોડાં હોઇ છે પોષણ થી ભરપુર જાણો કેમ ખાવા જોઇએ શિંગોડા

ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. લોકોને પણ શિયાળાની ઋતુ ખૂબ જ પસંદ છે. શિયાળાની ઋતુમાં મળતાં અલગ-અલગ ફળ, શાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શિયાળામાં લોકો શિંગોડાંનો આનંદ લે. પાણીમાં ઉગાડવામાં આવતા આ શાકનો સ્વાદમાં મીઠો હોય છે. આવો… ડાયટિશિયન ડૉ. અનુ અગ્રવાલ પાસેથી જાણીએ એના સ્વાદ અને ફાયદા વિશે…

કેલરી ઓછી, પણ પોષણ વધારે

શિંગોડાંની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં કેલરી ઓછી અને પોષણ વધારે હોય છે તેમજ ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. વજન ઘટાડવા માટે પણ શિંગોડાં ફાયદાકારક છે. અભ્યાસ અનુસાર, ફાઈબર ડાયટ લેવાથી બ્લડશુગર લેવલ અને કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રહે છે.

100 ગ્રામ કાચાં શિંગોડાંમાં હોય છે આટલાં પોષકતત્ત્વો

  • કેલરી – 97
  • ચરબી – 0.1 ગ્રામ
  • કાર્બોહાઈડ્રેટ – 23.9 ગ્રામ
  • ફાઇબર – 3 ગ્રામ
  • પ્રોટીન – 2 ગ્રામ
  • પોટેશિયમ – RDIના 17%
  • મેંગેનીઝ – RDIના 17%
  • કોપર – RDIના 16%
  • વિટામિન B6 – RDIના 16%
  • રિબોફ્લેવિન – RDIના 12% લીલાં શિંગોડાં ફાયદાકારક.

શિંગોડાંથી બીપીનું જોખમ થાય છે ઓછું
હાઈ બ્લડપ્રેશર, હાઈ બ્લડ કોલેસ્ટેરોલ, સ્ટ્રોક અને હાઈ બ્લડ ટ્રાઈગ્લિસરાઈડ્સ જેવાં જોખમો હાર્ટના રોગની શક્યતા વધારે છે. પોટેશિયમ હાર્ટના રોગને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો શિંગોડાંમાં પોટેશિયમમાં ખૂબ વધારે હોય છે. જે લોકોને હાઈ બ્લડપ્રેશરની બીમારી હોય તેઓ જ પોટેશિયમનું સેવન કરે છે તો રાહત મળે છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ
શિંગોડાંમાં 74% પાણી હોય છે, તેથી હાઇ-વોલ્યુમ ફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે. હાઇ વોલ્યુમવાળા ફૂડમાં પોષણ વધારે હોય છે અને કેલરી ઓછી હોય છે. કેલરી ઓછી હોવા છતાં હાઇ-વોલ્યુમ ફૂડ ભૂખને કંટ્રોલ કરે છે, તેથી જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હોવ તો તમે શિંગોડાં ખાઈ શકો છો.

ચિંતા ઓછી કરે છે
ભારતમાં મેન્ટલ હેલ્થના રોગોની સંખ્યા વધતી જાય છે, જેમાં તનાવ, ચિંતા, ડિપ્રેશનનો સમાવેશ થાય છે. શિંગોડાંનું સેવન કરવામાં આવે તો મેન્ટલ હેલ્થની બીમારીઓ દૂર થાય છે

કેન્સરનું જોખમ ઘટાડે
શિંગોડાંમાં એન્ટીઓક્સિડેન્ટ ફેરુલિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. એક અભ્યાસ મુજબ, આ એસિડ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. ટેસ્ટ-ટ્યુબ અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ફેરુલિક એસિડ સાથે બ્રેસ્ટ કેન્સરના કોષોની સારવાર કરવાથી તેમની વૃદ્ધિ ધીમી પડી છે.

આ રહી શિંગોડાં ખાવાની રીત
શિંગોડાં ખાવા એકદમ સહેલા છે. કાચા ફળો ઉપરાંત તેનો લોટ પણ કરિયાણાની દુકાનોમાં મળે છે. તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો. તાજા શિંગોડાં ખરીદવા અને તેનું સેવન કરવું પણ ફાયદાકારક છે. તમે તેને શાક તરીકે પણ ખાઈ શકો છો. લોકો નાસ્તા તરીકે તેના લોટમાંથી બનાવેલા પરાઠા અથવા ખીર પણ ખાવાનું પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe