વ્રત-ઉપવાસ:4 ડિસેમ્બરે રવિવાર અને એકાદશીનો યોગ

રવિવારે મોક્ષદા એકાદશી છે. આ દિવસે ગીતા જયંતી પણ ઊજવવામાં આવશે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ શ્રીકૃષ્ણને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. રવિવારે એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ સાથે જ સૂર્ય ભગવાનનું પણ પૂજન કરવું જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ એકાદશી ઠંડીના દિવસોમાં આવે છે. આ કારણે આ પર્વમાં જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડાંનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં ધન અને લીલું ઘાસ પણ દાન કરો.

એકાદશીના દિવસે આ રીતે વ્રત-ઉપવાસ કરી શકો છો
જે લોકો એકાદશીએ વ્રત કરે છે તેમણે સવારે જલ્દી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ સામે પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો. ભગવાનની પૂજા કરો અને પછી આખો દિવસ નિરાહાર રહો. જો ભૂખ્યા રહેવાનું મુશ્કેલ હોય તો દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકો છો. સાંજે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરો. બીજા દિવસે સવારે જલ્દી જાગવું અને પૂજા-પાઠ કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. તે પછી તમે ભોજન કરો. આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે.

રવિવારે આ શુભ કામ પણ કરી શકો છો

  • એકાદશીએ ભગવાન સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. સૂર્ય પૂજા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ.
  • મંદિરમાં ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનો અભિષેક કરો. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલનો પણ અભિષેક કરો. અભિષેક માટે દક્ષિણાવર્તી શંખ અને કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરો.
  • જે લોકો વ્રત કરી રહ્યા નથી, તેમણે ભગવાન વિષ્ણુને કેળા કે સિઝનલ ફળનો ભોગ ધરાવવો જોઈએ. તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ 108વાર કરો. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ.
  • એકાદશીએ ચાંદીના વાસણથી શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું જોઈએ અને તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઈએ. બીલીપત્ર અને આંકડાના ફૂલ શિવલિંગ ઉપર ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. સૂર્યાસ્ત પછી પણ શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe