રાજકોટ ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં, કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવ્યાનો આરોપ

By: nationgujarat
01 Oct, 2024

ગુજરાતમાં હાલ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપ આ અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ભાજપ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.

વિદ્યાર્થીઓને એકઠા કર્યાનો આક્ષેપ

રાજકોટમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પડઘરીની સરકારી કોલેજના પ્રિન્સિપાલે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા માટે વિદ્યાર્થીઓને એકઠા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનો આરોપ

પડઘરીની કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિધાર્થીઓ પાસે ફરજીયાત રૂપે ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અભિયાન પડધરી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની હાજરીમાં શરૂ થયું હતું.

સી.આર.પાટીલ નારાજ ?

સદસ્યતા અભિયાન ને લઇ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી પાટીલ ધારાસભ્ય અને સાંસદો સહિત હોદેદારોએ ઓછા સભ્ય બનાવતા નારાજ થયા હોવાનુ  ભાજપાના  એક સુત્રએ જણાવ્યુ હતું . હવે ભાજપના ઉચ્ચ હોદેદારોને રૂપિયા આપીને પણ સભ્ય બનાવી રહ્યા છે. ખેર ગમે તેટલા સભ્યો બને પણ શુ ગુજરાતની સ્થિતિ જેમા જીવન જરૂરીયતની વસ્તુ તેમજ રોજગારી કે જે રીતે રાજયમા લુખ્ખા તત્વો બેખોફ ગુનાહ કરી રહ્યા છે તેની સામે રાહત મળશે કે કેમ


Related Posts