રાજકીય સમાચાર – અલ્પેશ કથેરિયાએ આપ માથી આપ્યુ રાજીનામુ

By: nationgujarat
18 Apr, 2024

લોકસભા ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે આજે આમ આદમી પાર્ટીને લઇ મહત્વના સમચાર આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાથી અલ્પેશ કથેરિયાએ રાજીનામુ આપ્યાના સમાચાર આવી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાનું નામ હતું. જોકે, આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

અલ્પેશ કથેરિયાએ સામાજીક કારણો સર રાજીનામુ આપ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનુ સુત્રએ જણાવ્યું છે. ઘણા સમયથી રાજીનામુ આપશે તેવી અટકળો ચાલી રહી હતી તે વચ્ચે આજે આપ પાર્ટી સાથે છેડો ફાડયો છે. આ સાથે ધાર્મિકભાઇ માલવિયાએ પણ રાજીનામુ આપ્યુ છે. ઘાર્મિકે જણાવ્યું કે હુ ઘણા સમયથી પાર્ટીના કામથી નીષ્ક્રીય હતો એટલે બીજા કાર્યકર્તાને કામ કરવાની તક મળે એટલે રાજીનામુ આપ્યુ છે.

અમે આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ…

 


Related Posts