મુકેશ અંબાણી નાના બન્યા: ઈશાએ ટ્વિન્સને જન્મ આપ્યો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું છે. નીતા અને મુકેશ અંબાણીની દીકરી અને સ્વાતિ-અજય પિરામલના પુત્ર આનંદના ઘરે પારણું બંધાયું છે. નોંધનીય છે કે, ઈશા અને આકાશ પણ મુકેશ-નીતા અંબાણીનાં ટ્વિન્સ બાળકો છે.

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પિરામલનાં માતા-પિતા અજય અને સ્વાતિ પિરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે અને તેઓ બધા ખૂબ જ ખુશ છે. લોકોના આશીર્વાદ અને શ્રેષ્ઠતાની રાહ જોઈ રહ્યાં છીએ. આ તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે.

કોકીલાબેને ઈશા વિશે કહી હતી આ વાત
જ્યારે ઈશા અંબાણીની સગાઈ થઈ ત્યારે આ સગાઈની આ પાર્ટીમાં ઈશાનાં દાદી કોકિલાબેન અંબાણીએ એક ખાસ વાત શૅર કરી હતી. તેમણે પાર્ટીમાં કહ્યું હતું કે ઈશા છ મહિનાની થઈ ગઈ પછી તેના દાદા ધીરુભાઈ અંબાણી પૌત્રી ઈશાનો ચહેરો જોયા વગર ચા પણ પીતા નહોતા. તેમને ઈશા ઘણી જ વહાલી હતી. નોંધનીય છે કે છ જુલાઈ, 2002માં ધીરૂભાઈનું અવસાન થયું હતું.

ઈશા અને આકાશ પણ ટ્વિન્સ છે
એક ટીવી ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, ઈશા અને આકાશના જન્મ પહેલાં તે યુએસમાં હતી. તેમને મૂકીને મુકેશ ઈન્ડિયા પહોંચ્યા ત્યારે તેમના પર ફોન આવ્યો કે તમારે પરત આવવું પડશે. નીતા ગમે ત્યારે બાળકોને જન્મ આપી શકે છે. મુકેશ તેનાં માતા કોકિલાબેન અને એક ડોક્ટર સાથે સ્પેશિયલ પ્લેનમાં યુએસ આવવા નીકળ્યા. રસ્તામાં પ્લેનનો પાઇલટ તેમની પાસે આવ્યો અને કહ્યું કે એક દીકરો અને એક દીકરી એમ 2 બાળકોના પિતા બન્યા છો. આ સમાચાર બાદ પ્લેનમાં જશ્ન જેવો માહોલ હતો. જ્યારે મુકેશજી નીતા પાસે પહોંચ્યા ત્યારે તેણે બાળકોનું નામકરણ ખુદ કરવાની વાત કહી. આ દરમિયાન તેમણે કહ્યું હતું, હું જ્યારે પ્લેનમાં પહાડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને આ ખુશખબરી મળી. તેથી મારી દીકરીનું નામ ‘ઇશા’ રાખ્યું. જેનો મતલબ છે ‘પહાડોની દેવી.’ અમે આકાશમાં ઊડી રહ્યા હતા તેથી દીકરાનું નામ રાખ્યું ‘આકાશ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe