મીડિયા અને એન્ટરટેઈનમેન્ટની દુનિયાને હચમચાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી, જાણો શું છે રિલાયન્સનો પ્લાન

By: nationgujarat
25 Dec, 2023

ભારત અને એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી હવે ટેલિકોમ બાદ મીડિયા અને મનોરંજનની દુનિયામાં હલચલ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની વોલ્ટ ડિઝની સાથે નોન-બાઈન્ડિંગ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે લંડનમાં બંને કંપનીઓ વચ્ચે આ ડીલ કરવામાં આવી હતી.

ડીલ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની આશા

બંને કંપનીઓની યોજના દેશનો સૌથી મોટો મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ બનાવવાની છે. આ મર્જર સ્ટોક અને રોકડમાં હશે અને રિલાયન્સ પાસે 51 ટકા હિસ્સો હશે અને ડિઝની પાસે 49 ટકા હિસ્સો હશે. આ ડીલ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની આશા છે. જોકે, રિલાયન્સ જાન્યુઆરીના અંત સુધીમાં તેને પૂર્ણ કરવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લંડનમાં યોજાયેલી મીટિંગમાં કેવિન મેયર અને મુકેશ અંબાણીના નજીકના મનોજ મોદી હાજર રહ્યા હતા. મેયર ડિઝનીમાં કામ કરતા હતા અને જુલાઈમાં કંપનીના સીઈઓ બોબ ઈગ્નર દ્વારા સલાહકાર તરીકે પાછા લાવવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મતે ડીલ પર હસ્તાક્ષર થયા બાદ બાકીની પ્રક્રિયા પર કામ શરૂ થશે. આમાં મૂલ્યાંકનનો પણ સમાવેશ થાય છે. સૌપ્રથમ 12 ડિસેમ્બરે સૂચિત સોદા વિશે જાણ કરી હતી. મર્જર ડીલમાં સ્ટાર ઈંડિયા અને વાયકોમ 18ની સમગ્ર કામગીરીનો સમાવેશ થાય છે.

શું સામેલ છે ડીલમાં

સ્ટાર ઈન્ડિયાની ભારતમાં 77 ચેનલો છે અને વાયકોમ 18 પાસે 38 ચેનલો છે. કુલ મળીને બંને પાસે 115 ચેનલો છે. તેમાં બે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર અને જિયો સિનેમાનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023માં ડિઝની સ્ટારનો ચોખ્ખો નફો રૂ. 1,272 કરોડ હતો જ્યારે ડિઝની પ્લસ હોટસ્ટારને રૂ. 748 કરોડનું નુકસાન થયું હતું. વાયાકોમ 18નો ચોખ્ખો નફો 11 કરોડ રૂપિયા હતો. આ સોદામાં 45થી 60 દિવસનો વિશિષ્ટ સમયગાળો હોઈ શકે છે, જેને પરસ્પર સંમતિથી વધારી શકાય છે. આ ડીલ માટે બંને કંપનીઓ વચ્ચે ઘણા મહિનાઓથી વાટાઘાટો ચાલી રહી હતી.

રિલાયન્સ પાસે 51 ટકા હિસ્સો હશે

ડિઝની ઇન્ડિયાના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રિલાયન્સે પણ સવાલોના જવાબ આપ્યા નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રિલાયન્સની સહયોગી કંપની Viacom18ની સ્ટેપ ડાઉન સબસિડિયરી બનાવવાની યોજના છે. સ્ટોક સ્વેપ દ્વારા તેને સ્ટાર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવશે. મર્જર પછી, રિલાયન્સ પાસે 51 ટકા અને ડિઝની પાસે 49 ટકા હિસ્સો બનશે.

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની ગ્રુપની સ્થાનિક કંપની વચ્ચે $10 બિલિયનનો મર્જર સોદો બાકી છે. આની જાહેરાત બે વર્ષ પહેલા કરવામાં આવી હતી.


Related Posts