માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતાં નખી તળાવ ઓવરફ્‌લો, અત્યાર સુધીમાં 46 ઇંચ વરસાદ

By: nationgujarat
29 Aug, 2024

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદ પડી રહ્યો હોઇ રસ્તાઓ ઉપર પાણી ઢીંચણ સમાં વહી રહ્યાં છે. અને ઝરણાઓ વહેતા નખી તળાવ ઓવરફલો થઇ વહી રહ્યું છે.

રાજ્સ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના વરસાદ લગાતાર વરસી રહેતા સર્વત્ર જળબંબાકાર કારી દીધો છે. ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદને પડતાં અરવલ્લીની ગિરિ કંદરાઓમાંથી ઝરણાં મન મૂકીને વહેતા થયા છે. જેનું બધું પાણી માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણના કેન્દ્ર એવા નખી તળાવમાં આવતાં તળાવ ઓવરફલો થતા તેનું પાણી નીચે ઉતરતા અમીરગઢ પાસેથી વહેતી કલેડી નદીમાં આવી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે.પવન સાથે આવેલા વરસાદથી મોટા કદાવર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ ખોરવાયા છે. ડુંગરોની કોતરોમાં આવેલા આ હિલ સ્ટેશનમાં વર્ષાતુનો આનંદ અનેરો હોય છે જેથી તેને મીની કાશ્મીર પણ કહેવામાં આવે છે. આવા વાતાવરણમાં સહેલાણીઓ મોટા પ્રમાણમાં ઉમટી પાડતા છે છેલ્લા ત્રણ દિવસોમાં પચીસ હજાર સહેલાણીઓ માઉન્ટ આવ્યા હતા. માઉન્ટ આબુમાં અત્યાર સુધી 46 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

જામનગરમાં ત્રીજા દિવસે વધુ 11 ઇંચ : લશ્કરની મદદથી લોકોનું સ્થળાંતર

સમગ્ર હાલાર પંથકમાં મેઘરાજાની ત્રીજા દિવસે પણ તોફાની બેટીંગ જારી રહી છે.  ભારે વરસાદને કારણે આજે જામનગર શહેર અને જિલ્લામાં વધુ 11 ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા હતા. કાલાવડના નાકા બહાર સહિતનાં વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવા માટે આર્મીના જવાનોની મદદ લેવામાં આવી હતી. જિલ્લાનાં તમામ જળાશયો ઓવરફ્લો થઇ જતાં ચારેબાજુ જળ બંબાકારની સ્થિતિ સર્જાતા પારાવાર નુકશાની થઇ હતી.

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે તેના પછી કચ્છના અબડાસાનો વારો પડી ગયો હતો જ્યાં 11 ઈંચ જેટલો વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ કલ્યાણપુરમાં 10.50 ઈંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર થઈ ગયું હતું.

આજે ક્યાં પડશે ભારે વરસાદ?

બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટની સ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે તે સિવાયના અન્ય વિસ્તારોમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.


Related Posts