ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી વન-ડે:ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ, અય્યર-ધવન-ગિલની શાનદાર અર્ધસદી

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ઓવરમાં 6 વિકેટે 306 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યરે 80 રન બનાવ્યા હતા. તો કેપ્ટન શિખર ધવને 72 રન અને શુબમન ગિલે 50 રન બનાવ્યા હતા. તો વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 16 બોલમાં 37 રન ફટકારી દીધા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉધીએ 3-3 વિકેટ ઝડપી હતી. ​​​

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને પોતાના વન-ડે કરિયરની 39મી ફિફ્ટી ફટકારી હતી. તેમના અને ગિલ વચ્ચે 124 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. બન્ને ઓપનર્સ આઉટ થયા પછી પંત અને સૂર્યા જલદીથી આઉટ થયા હતા. પરંતુ આ પછી અય્યર અને સેમસને ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાળી હતી અને બન્ને વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ હતી. કિવી ટીમના સ્પિડસ્ટર લોકી ફર્ગ્યુસને 3 વિકેટ ઝડપી હતી અને મિડલ ઓવર્સમાં ટીમ ઈન્ડિયાની ઇનિંગને ધીમી કરી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ન્યૂઝીલેન્ડ: ડેવોન કોનવે, ફિન એલન, કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, મૈટ હેનરી, ટિમ સાઉધી, લોકી ફર્ગ્યુસન.

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe