ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં! જાણો શું હતો આગામી પ્લાન?

By: nationgujarat
28 Nov, 2024

સાબરકાંઠા: ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાં એક કા ડબલના નામે લોકો લૂંટાયા છે. 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવીને બી.ઝેડ. ગ્રુપનો સંચાલક ફરાર થયો છે. બી.ઝેડ. ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પડ્યા છે. BZ ગ્રુપની ઓફિસો પર દરોડા પડતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ફિક્સ ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં રોકાણકારો ફસાયા છે.

ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો
6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં દરોડા પડ્યા છે. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી. રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે એ મોટો સવાલ ઉભો થયો છે. BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો. ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો.

સાબરકાંઠાના ભેજાબાજ ભૂપેન્દ્ર ઝાલાનું ફુલેકુ વડોદરા સુધી ફેલાયેલું!
સાબરકાંઠાના ભેજાબાજ ભૂપેન્દ્ર પર્વતસિહ ઝાલાનું ફુલેકુ વડોદરા સુધી ફેલાયું હોવાની વાત સામે આવી છે. 6 હજાર કરોડનું કૌભાંડ સામે આવતા BZ ફાયનાસિયલ ગ્રુપની જુદી જુદી ઓફિસો પર દરોડા પડ્યા છે. BZ ફાઇનાન્સની વડોદરા ઓફિસે પર સર્ચ કરાયું છે. શહેરના સમા સાવલી રોડ પર BZ ફાઇનાન્સની ઓફીસ આવેલી છે. બે દિવસ અગાઉ પોલીસ અધિકારીઓ તપાસ અર્થે આવ્યા હતા. વડોદરા ખાતેની ઓફિસ હિંમતનગરના શત્રુઘ્ન સિંહ સંભાળતા હોવાનો ખુલાસો પણ થયો છે. વડોદરામાં પણ લોકોએ કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા છે. આજુબાજુના લોકો આ વાતથી અજાણ છે.

ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવા ફરાર થઈ ગયો
એક ના ડબલના સપના દર્શાવતો ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગ્યાનો નજીકના વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલા નેપાળ અથવા માલદિવમાં સંતાઈ રહેવાનો પ્લાન છે. આ વાત ભૂપેન્દ્ર ઝાલાના આસપાસ સતત રહેતા આસિસ્ટન્ટોનો દાવો છે. સરકારી કર્મચારી સહિતના યુવાનોની આસિસ્ટન્ટની ટોળી બનેલી છે. ટોળીનો જ દાવો કે ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ફરાર થયો છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર
છ હજાર કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષમાં બમણાની લાલચ આપી અનેકને છેતર્યા હતા. સીઆઇડી ક્રાઇમે આ મામલે મહાઠગ ભૂપેન્દ્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બેનામી કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી વ્યવહારો મળી આવ્યા હતા. 175 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા હતા.


Related Posts