બહારનુ ખાનાર ચેતી જજો આ સમાચાર ખાસ વાંચો, દેડકો, ઉંદર, આંગળી અને ઉંદર પણ હવે નિકળે છે બોલો

By: nationgujarat
20 Jun, 2024

તમે ખાવા-પીવાના શોખીન હશો, બહારથી મંગાવી અનેક વસ્તુ ખાતા હશો. ફુડ પેકેટ કે પછી બહારનો નાસ્તો કરતા જ હશો…પરંતુ હવે બહારનું ખાતા પહેલા સો વખત વિચાર કરજો…કારણ કે ભારતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર નામનો જ છે. જે ISI માર્કો લખેલો હોય છે તે માત્ર લખવા ખાતર જ લખેલો હોય છે. બહાર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કોઈ જ ગેરંટી નથી. આ દ્રશ્યો આપણા ભારત દેશના છે. શું તમે બહારથી મંગાવેલો આવો ખોરાક ખાઓ છો?…ભોળા ગ્રાહકો સાથે ગુણવત્તાની ગેરંટીના નામે કેવો અત્યાચાર કરાય છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. પહેલા દ્રશ્યો ફુગવાળી જગદીશ ફરસાણની ભાખરવડીના છે…બીજા દ્રશ્યો બેંગાલુરુમાં એમેઝોનમાંથી મંગાવેલા બોક્સમાંથી નીકળેલા જીવતા સાપના છે….તો ત્રીજા દ્રશ્યો ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળેલી બ્લેડના છે. તો મુંબઈમાં આઈસ્ક્રીમમાંથી કપાયેલી આંગળી નીકળ્યા બાદ હવે જામનગરમાં બાલાજીની વેફરમાંથી નીકળેલા દેડકાના છે.

આપણે સૌ બાલાજી વેફર્સને પસંદ કરીએ છીએ…સમગ્ર દેશમાં બાલાજી વેફરનું સૌથી વધુ વેચાણ થાય છે. પરંતુ હવે તમે કદાચ ક્યારેય બાલાજીની વેફર નહીં ખાઓ…કારણ કે આ કંપનીમાં ફુડ ચેકિંગ નામની કોઈ જ વસ્તુ થતી નથી…પૈસા કમાવવા માટે આ કંપનીના સંચાલકો કંઈ પણ કરી શકે છે. જામનગરમાં જાસ્મીન પટેલે નામના વ્યક્તિએ એક દુકાન પરથી બાલાજીની વેફર ખરીદી…પરંતુ વેફર ખરીદ્યા બાદ તેને ખોલી તો તેમના હોશ ઉડી ગયા…કારણ કે વેફરના પેકેટમાં મરેલો દેડકો નીકળ્યો….જાસ્મીન પટેલ વેફરનું ખુલ્લુ પેકેટ લઈને દુકાનદાર પાસે પહોંચ્યા હતા…ત્યારબાદ તેમણે બાલાજી વેફરના કસ્ટમર કેરમાં પણ ફરીયાદ કરી…જો કે યોગ્ય જવાબ ન મળતાં તેમણે મહાનગરપાલિકામાં જાણ કરી હતી…જેના કારણે મનપાની ફુડ શાખા દોડતી થઈ ગઈ હતી…

બાલાજી વેફર્સની માફક વડોદરાની એક જાણીતી બ્રાન્ડ જગદીશ ફરસાણની પણ વસ્તુઓ ખરીદતા અને આરોગતા પહેલા વિચાર કરજો…જગદીશની પ્રખ્યાત ભાખરવડીમાંથી ફૂગ મળી આવી….જગદીશની દુકાનમાંથી ખરીદેલું પેકેટ જ્યારે ગ્રાહકે ઘરે જઈને ખોલ્યું તો તેમાં ફુગ મળી આવી…ગ્રાહકો બસ સ્ટેશન પાસે આવેલા જગદીશના સ્ટોરમાંથી આ ભાખરવડી ખરીદી હતી….ખાદ્ય ખોરાકમાં સામે આવેલી આ ઘટનાઓથી ફૂડ વિભાગના ચેકિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.તમે ચોકલેટ સિરપના શોખીન તો હશો…ખાસ નાના બાળકોને આ સિરપ ખુબ જ પસંદ આવતી હોય છે. પરંતુ હવે સિરપને આરોગતા પહેલા સાવચેત રહેજો…હર્શીસની આ ચોકલેટ સિરપની બોટલમાંથી મરેલો ઉંદર મળી આવ્યો…હવે વિચારો કે આપણે શું ખાઈ રહ્યા છીએ?સાબરકાંઠાના ઈડરમાં જય ભવાની સ્વીટ માર્ટ નામની મીઠાઈની દુકાન ખુબ જ ફેમસ છે…પરંતુ હવે તમે આ દુકાનમાં જતા પહેલા વિચાર કરજો…એક ગ્રાહકને ખુબ જ કડવો અનુભવ આ દુકાનથી થયો…ગ્રાહકે ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ મળી આવી…વડાલીના યુવાને ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ નીકળતાં ફૂડના અધિકારીઓના ચેકિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે.

થોડા સમય પહેલા મુંબઈમાં આઈસ્ક્રીનના કપમાંથી કપાયેલી આંગળી મળી આવી હતી…આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી…પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે…તો એવું સામે આવ્યું કે પુણેમાં આવેલા કંપનીના પ્લાન્ટમાં એક કર્મચારીની આંગળી કપાયેલી હોવાનું સામે આવ્યું…પોલીસે આ કર્મચારીના DNA સેમ્પલ લઈને તે આંગળી સાથે મેચ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે…રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત હોય કે ભારત સરકાર…સરકારમાં ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા માટે એક વિભાગ હોય છે…કેન્દ્રમાં ચિરાગ પાસવાન પાસે ફૂડ પ્રોસેસિંગનું મંત્રાલય છે, જ્યારે ગુજરાતમાં કુંવરજી બાવળિયા પાસે આ મંત્રાલય છે…ખબર નહીં સરકારનો આ વિભાગ કોઈ કામગીરી કરે છે કે પછી માત્ર નામનો જ વિભાગ છે?…દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આ વિભાગની હોય છે. પરંતુ આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે. તગડા હપ્તા મળતા હોવાથી તેઓ કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી કરતાં નથી તેના જ કારણે એક પછી એક ખાદ્ય ખોરાકની આવી હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. સરકારે હવે કંઈ કરવું જ પડશે નહીં તો દેશવાસીઓ ક્યારેય માફ નહીં કરે.


Related Posts