કોટાના એક થિયેટરમાં ફિલ્મ ‘પઠાન’ 10 મિનિટ પણ ચાલી શકી નહીં. ફિલ્મ દરમિયાન ખૂબ જ હંગામો થયો. લોકો સિનેમા હોલની કેન્ટીનમાંથી સામાન લઈ ગયા. મારપીટથી બચવા માટે થિયેટરનો સ્ટાફ ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ ઘટના સ્ટેશન રોડ પર આવેલા નટરાજ સિનેમાની છે.
નટરાજ સિનેમામાં રાતે 9 વાગ્યાનો શો હાઉસફુલ હતો. એમ છતાંય સિનેમા હોલમાંથી વધારે ટિકિટ આપવામાં આવી. લોકો જ્યારે મૂવી જોવા પહોંચ્યા ત્યારે તેમને બેસવા માટે જગ્યા મળી નહીં. ફિલ્મશરૂ થઈ ગઈ. 10 મિનિટ સુધી લોકો બેસવા માટે જગ્યા શોધી રહ્યા હતા. એ પછી હંગામો શરૂ થઈ ગયો. એને લીધે 10 મિનિટમાં જ શો બંધ કરવો પડ્યો.
લોકોએ ફિલ્મ હોલમાં ખૂબ જ હંગામો કર્યો. સિનેમાઘરનો સ્ટાફ અને કેન્ટીનના લોકો પણ ઘટના સ્થળેથી બહાર આવી ગયા. એ પછી પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસકર્મચારીઓ સામે જ લોકોએ કેન્ટીનમાંથી સામાન લઈને ભાગવાનું શરૂ કરી દીધું. પોલીસ સમજાવવાની કોશિશ કરતી રહી. એ પછી જ્યારે રિફન્ડ આપવાની વાત નક્કી થઈ ત્યારે આ સંપૂર્ણ મામલો શાંત થયો.
700ની સીટિંગ સામે 1500 ટિકિટ વેચવામાં આવી
જોકે ફિલ્મ હોલની કેપેસિટી 700ની હતી. ફિલ્મ ‘પઠાન’ના લાસ્ટ શો માટે થિયેટર સ્ટાફે 1500થી વધારે ટિકિટ આપી દીધી. ઓનલાઇન બુકિંગ સાથે ઓફલાઇન પણ ટિકિટ આપી દીધી.
બેદરકારીમાં વધારે ટિકિટ આપવામાં આવી
સિનેમા હોલ રિપ્રેઝન્ટિવ ગૌરી ખાને જણાવ્યું- બેદરકારીને કારણે હંગામો થયો, પરંતુ થોડી જ વારમાં મામલો શાંત થઈ ગયો હતો. જોકે અનેક લોકોએ ઓનલાઇન ટિકિટ કરાવી હતી. થોડા સમય પહેલાં જ સિનેમા હોલ શરૂ થયો છે. એવામાં સ્ટાફ નવો છે તો તેમણે ઓફલાઇન પણ ટિકિટ આપી દીધી. એવામાં એક સીટના બે-બે હકદાર બની ગયા, જેના લીધે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પછી અમે પોલીસને સૂચના આપી હતી. લોકોને રિફન્ડ પણ આપ્યું.
જયપુરમાં 1100 રૂપિયા સુધી ફિલ્મની ટિકિટ
જયપુરમાં ફિલ્મ ‘પઠાન’ની ટિકિટનો ભાવ પણ રેકોર્ડ તૂટી ગયો છે. પહેલીવાર કોઈ ફિલ્મની ટિકિટ પ્રાઇસ 1100 રૂપિયા સુધી પહોંચી ગઇ છે. જયપુરના આઇનોક્સ જીટી સેન્ટ્રલમાં પહેલા દિવસથી ઇગ્નિશિયામાં 1100 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. ટિકિટ પ્રાઇઝ આટલી વધારે હોવા છતાંય અહીં છેલ્લા ત્રણ દિવસથી શો હાઉસફુલ જઈ રહ્યો છે. ફિલ્મ નિષ્ણાતોની વાત માનવામાં આવે તો જયપુરમાં ફિલ્મ ટિકિટની કિંમત ક્યારેય આટલી વધારે રહી નથી, આ પહેલાં ટિકિટની કિંમત 700થી 800 રૂપિયા સુધીની રહી ચૂકી છે. KGF 2 અને બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે ટિકિટની કિંમત વધારવામાં આવી હતી.