પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે, મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન મળશે

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રવાસન ક્ષેત્ર પર જાહેરાત કરી છે. રાજ્યની મદદથી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં કરવામાં આવશે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.બજેટ 2023 નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાજ્યો, સરકારી કાર્યક્રમો અને જાહેર-ખાનગી ભાગીદારીની સક્રિય ભાગીદારી સાથે મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશ દેશી અને વિદેશી પર્યટકો માટે અપાર આકર્ષણો આપે છે. પ્રવાસન ક્ષેત્રે ઉપયોગ કરવાની અપાર સંભાવનાઓ છે2014 થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે.માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે.પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.2023-2024ના વર્ષ માટેના સામાન્ય બજેટ સાથે, કૃષિ, શિક્ષણ, આવકવેરા સ્લેબ, આરોગ્ય અને સરકારી યોજનાઓ, નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ અને હોમ લોનથી લઈને સ્વાસ્થ્ય વીમા સુધીના નિયમોમાં ફેરફાર સાથે ઘણી અપેક્ષાઓ જોડાયેલી હતી.નિર્મલા સીતારમણે કહ્યું, ‘આ અમૃતકાળનું પહેલું બજેટ છે. આંતરરાષ્ટ્રીય આર્થિક મંદી છતાં આર્થિક વિકાસ દર 7 ટકા રહ્યો. આ બજેટ જરૂરિયાતમંદ લોકો માટે છે. ઘણા મહાન પગલાઓને કારણે વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. કોવિડ દરમિયાન, અમે સુનિશ્ચિત કર્યું કે મફત રાશન સાથે કોઈ ભૂખ્યું ન સૂવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe