પ્રથમ રાઉન્ડમાં હાર્દીક પટેલ પાછળ તો ઇસુદાન ગઢવી ખંભાળીયાથી આગળ

જયેશ રાદડીયા દસ હજાર લીડથી આગળ

નાંદોદમાં ભાજપના દર્શના બેન આગળ

જૂનાગઢમાં કોંગ્રેસના લડાણી આગળ

ધોરોજીમાં લલીત વસોયા આગળ

ભીલોડામાં આપના ઉમેદવાર રૂપસિંહ આગળ

ભાવનગરમાં જીતુ વાઘાણી પાછળ

જસદળમાં કુવરજીબાળવીયા 1200 મતે આગળ

કતારગામમાં ગોપાલ ઇટાલીયા આપના ઉમેદવાર પાછળ

અમદાવાદમાં નરોડા અને બાપુનગરમાં ભાજપ આગળ

મધુ શ્રી વાસ્તવ વાઘોડીયાથી પાછળ

અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક પર મત ગણતરી શરૂ થઈ છે. શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવી છે.તમામ ઉમેદવાર મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે.ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર ઉમટ્યા છે.મત ગણતરી કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા મતગણતરી બહારના રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે.

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.

સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવ્યા છે.

કુતિયાણાના કિંગ કાંધલનું શું થશે?
કુતિયાણા સીટ પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાઈ આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ભાજપે મેર જ્ઞાતિના અને કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેમણે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે. આમ આ સીટ પર ત્રણેય મેર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe