પેટ્રોલમાં 3 રુપિયા-ડીઝલમાં 3.2 રુપિયાનો વધારો, જાણો ક્યાં મોંઘું થયું

By: nationgujarat
15 Jun, 2024

લોકસભા ચૂંટણી બાદ એક રાજ્યે ઈંધણના ભાવવધારો કરી દીધો છે. કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલમાં 3 રુપિયા અને ડીઝલમાં 3.2 રુપિયા મોંઘું થયું છે. શનિવારે રાજ્ય સરકારના નોટીફિકેશન અનુસાર, કર્ણાટક સેલ્સ ટેક્સ (KST) પેટ્રોલ પર 25.92 ટકાથી વધારીને 29.84 ટકા અને ડીઝલ પર 14.3 ટકાથી વધારીને 18.4 ટકા કરવામાં આવ્યો છે. રાજ્યના નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ભાવ વધારો તાત્કાલિક અમલમાં આવશે.બેંગલુરુમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

બેંગલુરુમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશવ્યાપી પણ વધી શકે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દેશવ્યાપી પણ વધારો થઈ શકે છે. દેશમાં ત્રીજી વાર મોદી સરકાર આવી છે.

ઈંધણના દેશવ્યાપી શું ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના અલગ અલગ ઠેકાણે જુદા જુદા ભાવ છે. મુંબઈમાં 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલની વાત કરીએ તો આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. તે જ સમયે, મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.


Related Posts