પાણી નહીં તો વોટ નહી, મતદારોએ ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાનો રીતસર ઉધડો લીધો

આ વખતની ચૂંટણીમાં એવુ જોવા મળી રહ્યુ કે, મતદારો રાજકીય પક્ષોના ઉમેદવારને ખરીખોટી સંભાળવી રહ્યા છે. એટલુ જ નહી, કામનો હિસાબ માંગી રહ્યા છે. ડભોઇમાં ભાજપમાં ઉમેદવાર શૈલેષ સોટ્ટા પ્રચાર કરવા ભાયલી વિસ્તારમાં ગયા ત્યારે લોકોએ એક વાત કરી હતીકે, પાણી નહી તો વોટ નહીં.

લોકોને નાછૂટકે બોરનુ પાણી પીવુ પડી રહ્યુ છે

ભાયલી વિસ્તારને કોર્પોરેશનમાં ભેળવી દેવાયા બાદ પણ અહી પ્રશ્નો યથાવત રહ્યા છે. સ્થાનિકોનુ કહેવુ છેકે, કોર્પોરેશન દ્વારા વેરાના બિલો મળી રહ્યા છે પણ લોકોને પાણી મળી રહ્યુ નથી. લોકોને નાછૂટકે બોરનુ પાણી પીવુ પડી રહ્યુ છે. પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોએ શૈલેષ સૌટ્ટાને ઉધડો લઇ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe