પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથામાં થઈ ગંભીર ઈજા

By: nationgujarat
14 Mar, 2024

West Bengal:  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. TMCના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મમતા બેનર્જીની ઈજા વિશે માહિતી આપવામાં આવી છે. TMCએ લખ્યું, અમારા અધ્યક્ષ મમતા બેનર્જી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો.

સીએમ મમતા બેનર્જી ઘાયલ છે. ટીએમસીએ તેના X હેન્ડલ પર આ માહિતી આપી છે. TMCએ લખ્યું છે કે અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો. સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેમના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. તેને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એવું સામે આવ્યું છે કે સીએમ મમતા બેનર્જી પોતાના ઘરે ટ્રેડમીલ કરતી વખતે પડી ગયા હતા. આ પછી અભિષેક બેનર્જી તેને હોસ્પિટલ લઈ ગયા. તમને જણાવી દઈએ કે સીએમ મમતા બેનર્જી પહેલા પણ અકસ્માતનો શિકાર બની ચુક્યા છે.


Related Posts