નીતીશ કુમારનું તન ભાજપમા મન અમારામા છે -તેજસ્વી યાદવ

By: nationgujarat
15 May, 2024

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ અને સીએમ નીતિશ કુમારની વાપસીના કિસ્સામાં આરજેડીના દરવાજા ખુલ્લા રહેશે તેવો સંકેત આપતા કહ્યું છે કે કાકાનું શરીર ભાજપમા છે, મન અમારામા છે, 17 મહિના સુધી મહાગઠબંધન સાથે સરકાર ચલાવ્યા પછી, નીતિશે જાન્યુઆરીમાં બીજી વખત મહાગઠબંધન છોડી દીધું અને બીજેપીના નેતૃત્વવાળી એનડીએમાં પાછા ફર્યા. આરજેડી પ્રમુખ લાલુ યાદવે 5 મેના રોજ કહ્યું હતું કે બિહારના મુખ્યમંત્રી જો તેઓ ઘરે આવશે તો તેમનો આભાર માનીશ પરંતુ હવે તેઓ નીતિશ કુમારને ક્યારેય માફ નહીં કરે. નોંધનીય વાત એ છે કે 28 જાન્યુઆરીએ બીજી વખત મહાગઠબંધનની સરકાર પડી ગયા બાદ, અત્યાર સુધી તેજસ્વીએ લોકસભા ચૂંટણી રેલીઓમાં પોતાના નિવેદનો અને ભાષણોમાં નીતીશ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીના પટના રોડ શોમાં નીતીશની હાજરી પર સોમવારે સારણમાં એક જાહેર સભામાં અને 2025ની લોકસભા ચૂંટણી પર નજર રાખનાર તેજસ્વી યાદવે કહ્યું – “રોડ શોમા ન જોયુ કેવુ મો ઉતરેલુ દેખાયુ હતું મને દુખ થયુ કે તેમની સાથે આમ કર્યુ. મોદી ઉપર ઉભા હતા અને કાકા નીચે હતા. એક વાત કહી દઉ કે કાકાનુ તન ભાજપમા છે મન અમારી જોડે છે. મોદીના નામંકન સમયે કાકા બીમાર પડી ગયા. કાકાએ કહ્યુ હતું કે જે 14મા આવ્યા તે 24મા જશે. ભત્રીજો પણ આ જ કામ કરી રહ્યો છે. કાકા પણ ઇચ્છે છે કે મોદી સરકાર જાય .

તેજસ્વીએ પીએમ મોદીના રોડ શો મુદ્દે  કહ્યું કે, નોકરીના મુદ્દે 34 વર્ષના છોકરાએ વડાપ્રધાનને રસ્તા પર ઉતાર્યા. તેમણે કહ્યું- “વડાપ્રધાન એટલું જૂઠું બોલે છે કે ગાયના છાણને પણ હલવામાં ફેરવી શકાય છે. આખી દુનિયામાં મોદી જેવો કોઈ જુઠ્ઠો પીએમ નહીં હોય. તેઓ માત્ર હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદની વાત કરે છે અને લડવા માંગે છે. મોદી કહી રહ્યા છે કે વિપક્ષ આવશે તો મંગળસુત્ર છીનવી લેશે  પણ તેમને ખૂબર છે કે મંગળસુત્ર લગ્ન સમયે પહેરાવામા આવે છે. તેજસ્વીએ પાંચ લાખ નોકરી આપી છે અને લગ્ન પણ કરાવ્યા છે તો તમે કહો કે અમે મંગળસુત્ર છીનવી લીધુ કે આપ્યું. તેજસ્વીએ પાંચ લાખ નોકરી આપી 3 લાખ નોકરીની પ્રક્રિયા ચાલુ હતી પણ કાકાએ પલ્ટી મારી દીધી નહીતર 8 લાખ નોકરી આપત.

તેજસ્વીની બહેન રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડી રહી છે. સિંગાપોરમાં રહેતી રોહિણીએ તેના પિતાને કિડની ડોનેટ કરી છે, જેને લઈને લાલુ ઘણીવાર ભાવુક થઈ જાય છે. સરન એ સીટ છે જે 2009 માં સીમાંકન પછી બનાવવામાં આવી હતી જેના પર લાલુએ પ્રથમ વખત ભાજપના રાજીવ પ્રતાપ રૂડીને હરાવ્યા હતા. 2014માં રૂડીએ રાબડી દેવીને અને 2019માં લાલુની ભાભી ચંદ્રિકા રાયને હરાવ્યા હતા. ભાજપ રોહિણી પર બહારના ઉમેદવાર હોવાનો આરોપ લગાવી રહી છે જ્યારે રોહિણી કહી રહી છે કે તે બહારની નથી પરંતુ આ જગ્યાની દીકરી છે. પાંચમા તબક્કામાં સારણ સીટ પર 20મી મેના રોજ મતદાન છે.

 

 


Related Posts