દુર્ગાષ્ટમી:આજે બપોરે 02.27 વાગ્યે દેવીપૂજા કરવી

શારદીય નોરતા મંગળવારે પૂર્ણ થઈ જશે. આ નવ દિવસમાં શક્તિ પર્વની મહાષ્ટમી તિથિએ કન્યા અને દેવી મહાપૂજા સોમવારે કરવામાં આવશે. ત્યાં જ, મહાનોમ તિથિની પૂજા મંગળવારે કરવામાં આવશે. નવરાત્રિની આ બે તિથિ દેવી પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસોમાં કન્યા પૂજા, હવન અને ચોક્કસ કાળ એટલે મધ્યરાત્રિએ કરવામાં આવતી પૂજા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ વખતે શક્તિ આરાધનાનું પર્વ નવેનવ દિવસ હતું. 3 ઓક્ટોબરે આઠમ તિથિ સાંજે 4.37 સુધી રહેશે. એટલે કન્યા પૂજન અને દેવી આરાધના સોમવારે થશે. ત્યાં જ, નોમ તિથિ 4 ઓક્ટોબરે બપોરે 02.20 કલાક સુધી રહેશે. એટલે નોમ તિથિએ થતી દેવી મહાપૂજા મંગળવારે કરવામાં આવશે.

આઠમ અને નોમના દિવસે કન્યાનું પૂજન
કન્યાનું પૂજનથી એક દિવસ પહેલાં કન્યાઓને પોતાના ઘર જમવા માટે આમંત્રણ આપવું જોઈએ. તેના માટે તેમને કંકુનું તિલક કરવું અને પીળા ચોખા સાથે દક્ષિણા પણ આપો. તેના માટે બે વર્ષની ઉંમરથી 10 વર્ષ સુધી કન્યાઓને પૂજા માટે આમંત્રણ આપવું જોઈએ.

નવરાત્રિની આઠમઃ યશ-કીર્તિ અને સમૃદ્ધિ આપનારી તિથિ
દર મહિને સુદ પક્ષની આઠમ તિથિએ માસિક દુર્ગા આઠમનું વ્રત કરવામાં આવે છે પરંતુ નવરાત્રિમાં આવતી આઠમનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. તેને મહાઅષ્ટમીના નામે પણ ઓળખવામાં આવે છે. આ તિથિ પરમ કલ્યાણકારી અને યશ-કીર્તિ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રિમાં માતા દુર્ગાની વિધિવત પૂજા કરવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સાથે જ આઠમ તિથિએ કુમારી પૂજન પણ કરવામાં આવે છે.

મહાનોમના દિવસે દેવી માતા બધી જ સિદ્ધિઓ આપે છે
નવરાત્રિના છેલ્લાં દિવસે એટલે મહાનોમના દિવસે બધી જ સિદ્ધિ પ્રદાન કરતી માતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવામાં આવશે. આઠમ તિથિ જેમ જ નવરાત્રિમાં નોમ તિથિનું પણ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાના નવ સ્વરૂપોની પ્રતીક નવ કન્યાઓ અને એક બાળક બટુક ભૈરવના સ્વરૂપ તરીકે પોતાના ઘરે આમંત્રણ આપીને પૂજન કરવું જોઈએ. સાથે જ, જો દેવી સરસ્વતીની સ્થાપના કરી હોય તો તેમનું વિસર્જન નોમ તિથિએ કરવામાં આવી શકે છે. આ મન્વાદિ તિથિ હોવાના કારણે આ દિવસે શ્રાદ્ધનું પણ વિધાન છે. આ તિથિએ સવારે જલ્દી સ્નાન કરીને આખો દિવસ શ્રદ્ધાપ્રમાણે દાન કરવાની પરંપરા છે.

કઈ ઉંમરની કન્યાઓને કઈ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે
બે વર્ષની કન્યાઓને કુમારિકા કહેવામાં આવે છે અને તેમની પૂજાથી આયુષ્ય અને બળ વધે છે. ત્રણ વર્ષની કન્યાઓને ત્રિમૂર્તિ કહેવાય છે, તેમની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. ચાર વર્ષની કન્યાઓને કલ્યાણી કહેવામાં આવે છે. તેમની પૂજાથી લાભ મળે છે. પાંચ વર્ષની કન્યાઓ રોહિણી હોય છે તેમની પૂજાથી શારીરિક સુખ મળે છે.

6 વર્ષની કન્યાઓની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તેમને કાલિકાનું સ્વરૂપ માનવામાં આવે છે. સાત વર્ષની કન્યાને ચંડિકા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સંપન્નતા અને ઐશ્વર્ય મળે છે. આઠ વર્ષની કન્યા દેવી શાંભવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની પૂજાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. નવ વર્ષની કન્યા દુર્ગા હોય છે. તેમની પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળે છે. ત્યાં જ, 10 વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe