ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ સ્ટુડન્ટ,1 કલાકની જહેમત બાદ પ્લેટફોર્મ તોડીને બહાર કાઢી

આન્ધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દુવ્વાડા રેલવે સ્ટેશન પર એક કોલેજ વિદ્યાર્થિની ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. આ ઘટના બુધવારની છે. ગુંટર રાયગઢ એક્સપ્રેસ ટ્રેનથી ઊતરવા દરમિયાન યુવતીનો પગ લપસી જતાં તે પડી ગઈ અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. યુવતીને પડતાં જોઈ ત્યાં હાજર લોકોએ ટ્રેન રોકાવી દીધી હતી.

જ્યારે યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી, ત્યારે તે પીડાથી કરગરતી રહી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ
ઘટનાને પગલે GRP, RPF અને રેલવે એન્જિનિયર્સ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં તેમણે ટ્રેનમાં ફસાયેલી યુવતીની બેગ બહાર કાઢી આંશિક રાહત આપી. ત્યારબાદ પ્લેટફોર્મને સાઈડમાંથી તોડીને યુવતીને બહાર કાઢવામાં આવી હતી. યુવતીને ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

દરરોજ અપ-ડાઉન કરતી હતી શશિકલા
મીડિયા રિપોર્ટ્સ મુજબ 23 વર્ષની શશિકલા અન્નાવરમની રહેવાસી છે. તે એન્જિનિયરની સ્ટુડન્ટ અને દરરોજ ટ્રેનથી વિશાખાપટ્ટનમ કોલેજ જાય છે. બુધવારે પણ તે કોલેજ જવા માટે નીકળી હતી અને સ્ટેશન પર દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ એક કલાકની જહેમત બાદ શશિકલાને બહાર કાઢવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe