ટીમ ઈન્ડિયાનો 65 રને ભવ્ય વિજય:કિવી ટીમ 126 રનમાંમ જ ઓલઆઉટ, દીપક હુડાએ 4 વિકેટ ઝડપી

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ત્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 192 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ફિન એલન ઝીરોમાં જ ભુવનેશ્વર કુમારની બોલિંગમાં આઉટ થયો હતો. આ પછી ડેવોન કોનવે અને કેપ્ટન કેન વિલિયમસને ટીમની ઇનિંગને સંભાળી હતી. જોકે ડેવોન કોનવે 25 રને સુંદરની બોલિંગમાં આઉટ થયો હતો. તો ચહલે ગ્લેન ફિલિપ્સને 12 રને આઉટ કર્યો હતો. ચેરિલ મિચેલ પણ કંઈ ખાસ ચાલ્યો નહોતો અને તેને દીપક હુડાએ આઉટ કર્યો હતો. યુઝવેન્દ્ર ચહલે બીજી વિકેટ લેતા જિમી નિશમને આઉટ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 191 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાના 360 ડિગ્રી પ્લેયર સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી. તેમણે 51 બોલમાં 111* રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉધીએ હેટ્રિક લીધી હતી.ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 ડિગ્રી પ્લેયર તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવે આજે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. તેમણે 49 બોલમાં જ ચોગ્ગો ફટકારીને સદી ફટકારી હતી. આ તેમના T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી સદી હતી. અગાઉ તેમણે આ વર્ષે જ ઇંગ્લેન્ડ સામે જુલાઈમાં રનચેઝ કરતી વખતે સેન્ચુરી ફટકારી હતી.

ન્યૂઝીલેન્ડના સ્ટાર બોલર ટિમ સાઉધીએ ટીમ ઈન્ડિયાની ઇનિંગની છેલ્લી ઓવરમાં હેટ્રિક લીધી હતી. તેણે પહેલા હાર્દિક પંડ્યા, દીપક હુડા અને વોશિંગ્ટન સુંદરને આઉટ કરીને તેના T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી હેટ્રિક ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe