ટીમ ઈન્ડિયાના પૂણેમાં પણ બેંગ્લુરુ જેવા હાલ, 156 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને 103 રનની લીડ

By: nationgujarat
25 Oct, 2024

IND vs NZ 2nd Test Day 2 Scorecard:  બેંગ્લુરુની જેમ પૂણેમાં પણ ટીમ ઈન્ડિયાની હાલત નબળી જોવા મળી. બીજી ટેસ્ટમાં ધબડકો થતાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 156 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે સૌથી વધુ સ્કોર મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો. જેણે 7મા સ્થાને બેટિંગ કરતી વખતે 46 બોલમાં 38 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેઓ અનુક્રમે શૂન્ય અને એક રન જ બનાવી શક્યા હતા. મિશેલ સેન્ટનરે ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ ફિલ્ડિંગમાં સૌથી વધુ 7 વિકેટો ઝડપી હતી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સ 2 અને સાઉથી 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ દાવના આધારે 103 રનની લીડ મળી છે.

ભારતની પ્રથમ ઇનિંગની હાઈલાઈટ્સ: બેદરકારીને કારણે ટીમ આઉટ

પ્રથમ દાવમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં જ ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. આ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે બીજા દિવસે શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમનો સ્કોર 50 રન પર પહોંચ્યો ત્યારે ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો, ગિલ (30) મિશેલ સેન્ટનરના હાથે LBW આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી આવ્યો જેણે માત્ર 1 રન બનાવ્યો અને મિશેલ સેન્ટનરના ફુલ ટોસ બોલ પર ક્લીન બોલ્ડ થયો.યશસ્વી જયસ્વાલ 30 રન બનાવી ગ્લેન ફિલિપ્સના બોલ પર ડેરિલ મિશેલના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ રિષભ પંત (18) પણ ક્લીન બોલ્ડ થયો હતો. પંત જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 83/5 હતો. ત્યારબાદ સરફરાઝ ખાન (11) કેચ આઉટ થયો અનેરવિચંદ્રન અશ્વિન (4) પણ મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો. અશ્વિન આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 103/7 હતો.

ન્યુઝીલેન્ડના પ્રથમ ઇનિંગની હાઈલાઈટ્સ: સુંદરે સાત વિકેટ લીધી

ન્યૂઝીલેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. એક સમયે કીવી ટીમનો સ્કોર 32 રન હતો, આ સ્કોર પર ભારતને પ્રથમ સફળતા મળી હતી, જે મેચમાં પોતાની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો અને તેણે કીવી કેપ્ટન ટોમ લાથમ (15)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ન્યુઝીલેન્ડને બીજો ફટકો વિલ યંગ (18)ના રૂપમાં લાગ્યો હતો.આ પછી રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે (76) 138 સ્કોર બનાવ્યા.

બેંગલુરુ ટેસ્ટ પ્લેયર ઓફ ધ મેચ રચિન રવિન્દ્ર પુણેમાં પણ ફોર્મમાં હતો, એવું લાગતું હતું કે તે સદી ફટકારશે, પરંતુ તે વોશિંગ્ટન સુંદરની સ્પિનમાં કેચ થઈ ગયો અને 65 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો. રચિન 197ના સ્કોર પર આઉટ થયો હતો.

આ પછી ન્યુઝીલેન્ડ ટીમના ખાતામાં વધુ 4 રન ઉમેરાયા હતા અને વિકેટકીપર બેટ્સમેન ટોમ બ્લંડેલ 3 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સુંદરે ડેરીલ મિશેલ (18)ને LBW આઉટ કરીને ન્યૂઝીલેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો હતો.


Related Posts