ટાટા ગ્રુપની વધુ એક કંપનીનો આવશે IPO, જાણો રોકાણકારો ક્યારે ભરી શકશે આઈપીઓ

By: nationgujarat
26 Feb, 2024

ટાટા ગ્રૂપ તેના ઈલેક્ટ્રિક વ્હિકલ યુનિટ ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ એટલે કે TPEML નો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની આવનારા 12 થી 18 મહિનામાં IPO લોન્ચ કરી શકે છે. મીડિયા અહેવાલ મૂજબ, ટાટા ગ્રુપ આઈપીઓ દ્વારા 1-2 બિલિયન ડોલર એટલે કે અંદાજે 8 હજાર કરોડથી 16 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડની રચના વર્ષ 2021 માં થઈ

IPO અંગે કંપની દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. 3 મહિના પહેલા ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજીસ લિમિટેડનો આઈપીઓ શેરબજારમાં આવ્યો હતો, જેના દ્વારા કંપનીએ 3,042.51 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ પેસેન્જર જાયન્ટ ટાટા મોટર્સની પેટાકંપની છે. આ કંપનીની રચના વર્ષ 2021 માં થઈ હતી અને તે ટાટા ગ્રુપની એક નવી કંપની છે.

અત્યાર સુધીમાં કુલ 53,000 ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ કર્યું

TPEM એ ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રિક વ્હિકલ ઉત્પાદક કંપની છે, જે દેશના સૌથી વધારે વેચાતા EV મોડલ નેક્સોન EV અને Tiago EVનું પ્રોડકશન કરે છે. ટાટા મોટર્સ 80 ટકા કરતા વધારે બજાર હિસ્સા સાથે અગ્રણી કાર નિર્માતા કંપની છે. ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2024 માં અત્યાર સુધીમાં કુલ 53,000 ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ કર્યું છે.

વર્ષ 2025 માં અંદાજે 1,00,000 EVs ના વેચાણની અપેક્ષા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાટા મોટર્સે TPEM દ્વારા નાણાકીય વર્ષ 2024 માં અત્યાર સુધીમાં 53,000 થી વધુ ઇલેક્ટ્રિક કાર વેચી છે અને નાણાકીય વર્ષ 2025 માં અંદાજે 1,00,000 EVs ના વેચાણની અપેક્ષા છે. જાન્યુઆરીમાં ટાટા મોટર્સનું EV વેચાણ વાર્ષિક ધોરણે 69 ટકા વધીને 6,979 યુનિટ થયું છે.

આ 


Related Posts