જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (JSP) લિમિટેડે મોનેટ પાવર કંપીની ખરીદી

જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (JSP) લિમિટેડે નાદારીની પ્રક્રિયા દ્વારા દેવાથી ડૂબેલી મોનેટ પાવર હસ્તગત કરી છે. જિંદાલ ગ્રુપની કંપનીએ તેને ₹410 કરોડમાં ખરીદ્યો છે. કંપનીએ ગુરુવારે આ માહિતી આપી છે. જેએસપીનો શેર 0.21% ઘટીને રૂ. 559.65 પર બંધ થયો.

જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના વ્યૂહરચના વડા કપિલ મંત્રીએ જણાવ્યું હતું કે આ સોદો 1,050 મેગાવોટ પાવર એસેટ માટે હતો. “અમે NCLT દ્વારા મોનેટ પાવરના પાવર પ્લાન્ટ માટે રૂ. 410 કરોડની બિડ જીતી લીધી છે,” તેમણે કહ્યું.  આ નવી સંપત્તિ JSPના સ્ટીલ પ્લાન્ટને પાવર સપ્લાય કરશે. હાલમાં કંપની તેનું વિસ્તરણ કરી રહી છે.

કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્લાન્ટને કાર્યરત કરવા માટે અમારે હજુ પણ મૂડી લગાવવાની જરૂર છે. આ એસેટ 25 ટકા ઓછા કોલસાનો ઉપયોગ કરશે જેના પરિણામે કાર્બન ઉત્સર્જન ઓછું થશે.” જેએસપીની ઉક્તક સી, બી1 અને બી2 ખાણોમાંથી કોલસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેએસપી, ઓપી જિંદાલ ગ્રૂપના સભ્ય, સ્ટીલ, પાવર અને માઇનિંગ ઉદ્યોગોમાં વિશ્વભરમાં કુલ ₹90,000 કરોડના રોકાણ સાથે મુખ્ય ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe