ગુજરાત ચૂંટણી સમયે કારમાંથી મળ્યા 75 લાખ રોકડા મળ્યા,રાજકીય પાર્ટીના હોવાનું અનુમાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને બીજી બાજુ રૂપિયાની હેરાફેરીનો કેસ વધી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત મહીધરપુરા પોલીસ દ્વારા બે ઇનોવા કાર ડીટેઇન કરવામાં આવી છે. જેમાં 75 લાખની કેસ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનો કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું તારણ સામે આવ્યું છે.

મહત્વનું છે કે, સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા  બે ઇનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 75 લાખ રૂપિયાની કેશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે. દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

નોંધનીય છે કે, આ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અગાઉ ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe