ગુજરાતમાં ભાજપ કેટલી બેઠક જીતશે તે અંગે રીવાબા જાડેજાએ શું કહ્યું જાણો

ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકોમાંથી, સૌથી વધુ ચર્ચિત બેઠકો પૈકીની એક ઉત્તર જામનગર બેઠક છે. આ બેઠક પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. રીવાબા જાડેજા પ્રથમ વખત ધારાસભ્ય પદ માટે ચૂંટણી લડી રહ્યા છે, જોકે રીવાબાને અગાઉનો કોઈ અનુભવ નથી તેથી રીવાબા પોતાની જીત માટે સતત જોર જોરથી પ્રચાર કરી રહ્યા છે.

રીવાબા તાજેતરમાં ઉત્તર જામનગરમાં રોડ શો કરી રહી હતી જે દરમિયાન તેણે ન્યૂઝ વેબસાઈટ મિરર નાઉ સાથે વાત કરી હતી. આ દરમિયાન રીવાબાએ જણાવ્યું કે રાજ્યમાં ભાજપ કેટલી સીટો જીતી રહ્યું છે. ભાજપની જીતનો દાવો કરતા રીવાબાએ કહ્યું કે વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ ગુજરાતમાં પ્રભુત્વ જાળવી રાખશે. આ વખતે ભાજપ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 150થી વધુ બેઠકો પર પોતાની જીત નોંધાવશે.

લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે – રીવાબા

અગાઉના રાજકીય ખેલાડીઓને બાયપાસ કરીને ભાજપે આ ચૂંટણીમાં નવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેના પર રિવાબાનું (Rivaba Jadeja) કહેવું છે કે ભાજપનું આ પગલું સારું છે, જ્યાં સુધી કોઈ યુવાનોને તક નહીં મળે ત્યાં સુધી તેઓ કોર મેમ્બર કેવી રીતે બનશે. આ સાથે તેમણે કહ્યું કે તેમને તેમની જાહેર સભાઓમાં જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe