ખર્ચનો હિસાબ રજૂ કરવા ચૂંટણી પંચનો આદેશ,ભાજપના ઉમેદવારોએ કેટલા વાપર્યા જુઓ

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. તેઓ દ્વારા દરરોજ સમયસર હિસાબ ચૂંટણી વિભાગને રજુ કરવાના હોય છે. પરંતુ 15થી વધુ ઉમેદવારો એવા છે જેમણે ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો. જેથી તેમને ચૂંટણી પંચ દ્વારા હિસાબ માટે ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે.જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તા.14 થી 17 સુધીનો કુલ રૂ.3,58,180 નો ખર્ચ રજૂ કર્યો હતો. જ્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતા શાહને ભાજપે ખર્ચ માટે 25 લાખ આપ્યા છે.ભાજપનું આજે 93 બેઠકો પર કાર્પેટ બોમ્બિંગ
ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે આજે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવશે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ બીજા તબક્કાની 93 બેઠક પર એકસાથે સભા ગજવશે. ભાજપે આ માટે કેન્દ્રના 13 અને પ્રદેશના 4 નેતાને જવાબદારી સોંપી છે. એ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને સાંસદોની ફોજ પણ પ્રચારના મેદાનમાં ઉતારી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe