કોંગ્રેસમાંથી રાજીનામું બાદ ભાજપમાં જોડાયા રોહન ગુપ્તા

By: nationgujarat
11 Apr, 2024

લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત, અનેક નેતાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવી રહ્યા છે, તો ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી જાહેર કરાયેલા અમદાવાદ પૂર્વ બેઠક પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. જે બાદ આજે દિલ્હી ખાતે તેમણે ભાજપમાં કેસરિયા કરી લીધા છે.જણાવી દઈએ કે, રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેમને મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ કરાયો હતો. આ દરમિયાન, કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર તેમણે મોટા આક્ષેપ કર્યા હતો. નોંધનીય છે કે, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ થોડા દિવસ પહેલા જ અંગત કારણોસર ચૂંટણી નથી લડવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ હતુ કે, પિતા રાજકુમાર ગુપ્તાની તબીયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ કર્યું હતું.રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામા અંગેનો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે અનેક ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ પત્રમાં તેમણે લખ્યુ હતું કે, ‘મને જણાવતા ઘણું દુખ થાય છે કે, છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશ ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. (જે અંગેની જાણ મેં પાર્ટીના મોટા નેતાઓને કરી હતી) આ સાથે મારા અંગત કારણોને કારણે મેં રાજીનામાનો નિર્ણય લીધો છે.’

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ‘મેં પાર્ટીને 13 વર્ષ આપ્યા છે. જેમાં મેં મારી જવાબદારીઓ પ્રમાણિકતા અને સિન્સયારીટીથી નિભાવી છે.’ૉ

પિતાની નાદુરસ્ત તબિયત

થોડા દિવસ પહેલા આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે માહિતી આપી હતી. રોહન ગુપ્તાએ ‘X’ પર કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા પિતાના ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.’


Related Posts