કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડો રુપિયાના વિકાસ કામોનું કરશે લોકાર્પણ

By: nationgujarat
29 Sep, 2023

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી 3 દિવસના અમદાવાદના પ્રવાસે આવવાના છે. તેઓ 29 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. જે પછી 30 સપ્ટેમ્બરે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જે પછી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 1 ઓક્ટોબરે 10 વાગ્યે દિલ્હી પરત જવાના છે.કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આજે રાત્રે 10 વાગ્યે પહોંચી જશે. અમિત શાહ અમદાવાદમાં 1 હજાર 651 કરોડના કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આવતીકાલે શનિવારે દિવસભર ગાંધીનગર સહિત અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, જગતપુરમાં નવા તળાવના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન કરશે. ત્રાગડ પાસે લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધશે. જયારે અમદાવાદ અને ઔડા નિર્મિત વિવિધ સુવિધાઓ શરૂઆત કરાવશે. ગાંધીનગરમાં પણ નાઈપર સંસ્થાના નવા મકાનનું ઉદઘાટન કરશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. અમિત શાહ ગુજરાતમાં રાજકીય બેઠક કરે તેવી પણ શકયતા છે.

અગાઉ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓને લઈ અમિત શાહ ગુજરાત મુલાકાતે  પહોંચ્યા હતા. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની  બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે ફરી એક વાર તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઇને તેઓ ભાજપના કાર્યકરો સાથે મળીને ચર્ચા કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.


Related Posts

Load more