કમલમમાં દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી PM મોદી રાજભવન રવાના

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ રાત્રિ રોકાણ માટે રાજ ભવન જવાના હતા પરંતુ તેની જગ્યાએ તેઓ સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક ઔપચારિક મિટિંગ: ડો. અનિલ પટેલ
ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક ઔપચારિક મિટિંગ હતી. કમલમમાં વડાપ્રધાને આવીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. વડાપ્રધાન કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેસ્યા હતા. નાનાથી લઇને જુના કાર્યકરોની તબિયત અને પરિવારની પૃચ્છા કરી હતી. વડાપ્રધાને સમગ્ર કાર્યાલયની કામગીરીની સમીક્ષા કરી અને સાહિત્ય અંગે પણ વાત કરી હતી. પરિવારના લોકોની જેમ વડાપ્રધાન મોદીએ તેમની સાથે વાત કરી હતી.

જુના કાર્યકરોને નામથી બોલાવી વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું
અનિલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકરોએ ચૂંટણી કાર્યમાં થાક ન લાગતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે કાર્યાલયના સ્ટાફને ભેગો કરી વડાપ્રધાને તેમની સાથે કમલમના ચોકમાં વાત કરતા જુના કાર્યકરોને તેમના નામ સાથે બોલાવી તેમની વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું હતું. આ ઉપરાંત કાર્યકર્તાઓના કામને લઇને અને ભોજનને લઇને પૃચ્છા કરી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe