ઓસ્ટ્રલીયાના નિવૃત ખિલાડીઓએ પણ જસપ્રિત બુમરાહને લઇ કહ્યું કે, સારુ થયુ અમે ….

By: nationgujarat
27 Nov, 2024

Jasprit Bumrah: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પહેલી મેચમાં જે પ્રકારનું પ્રદર્શન જસપ્રીત બુમરાહે કર્યું, તે બાદ દરેક તેની પ્રશંસા કરી રહ્યાં છે. પર્થ ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરતાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ મેળવનાર જસપ્રીત બુમરાહને લઈને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ એથરટન અને નાસિર હુસૈને કહ્યું કે જસપ્રીત બુમરાહ એક ખરાબ સ્વપ્ન છે, સારું થયું કે અમારે તેનો સામનો કરવો પડ્યો નથી. બુમરાહની કેપ્ટનશિપમાં ભારતે પહેલી ટેસ્ટ મેચ 295 રનના અંતરથી જીતી. આ મેચનું પરિણામ આવું હશે તે કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય.

માઈકલ એથરટને જસપ્રીત બુમરાહના વખાણ કરતાં બુમરાહને શાનદાર ગણાવ્યો અને કહ્યું કે ‘હું ખુશ છું કે મારે પોતાના કરિયર દરમિયાન ભારતીય ઝડપી બોલરનો સામનો કરવો પડ્યો નથી. મને લાગે છે કે જસપ્રીત બુમરાહ બિલકુલ શાનદાર છે. અમુક બોલર એવા હોય છે જેમના રિટાયર થયા બાદ તમે તેમના વિશે વધુ વિચારતાં નથી. એક ખેલાડી તરીકે તમને તમારા સમયની ખબર હોય છે પરંતુ અમુક એવા બોલર પણ હોય છે જેમના વિશે તમે વિચારો છો કે ભગવાનનો ઉપકાર છે કે મારે નવા બોલથી તેનો સામનો કરવો પડ્યો નથી. મારો કહેવાનો મતલબ એ છે કે તમે તેની સામે કેવી રીતે રમત? તે એક ખરાબ સ્વપ્નની જેમ છે. આ કેટલું ખરાબ સ્વપ્ન છે. જેનો સામનો કરવો પડે છે.’

જસપ્રીત બુમરાહની પ્રશંસામાં નાસિર હુસૈન કહે છે કે ‘જો મારે બુમરાહનો સામનો કરવો પડત તો મને પરસેવો આવી જાત. બુમરાહને તેણે વર્લ્ડ ક્લાસ ઓલ ફોર્મેટ બોલર ગણાવ્યો છે. જ્યારે તે બોલિંગ કરી રહ્યો હોય છે તો હું વિચારી રહ્યો હોવ છું કે શું મારે આગળ વધવું જોઈએ? શું મારે આગળ વધવું જોઈએ નહીં. અને પછી તેની પાસે સ્લો બોલ હોય છે. તેની પાસે યોર્કર છે, તેની પાસે બાઉન્સર છે. હું રમત પહેલા વિચારી રહ્યો હતો અને હકીકતમાં તે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી રહ્યો હતો હું જોઈ રહ્યો હતો કે બધું ધ્યાન કોહલી અને રોહિત શર્માની ગેરહાજરી અને ભારતીય ટીમ અને સ્ટીવ સ્મિથના બેલેન્સ પર હતી.’

હુસૈને કહ્યું, ‘દરેક વાતો કરી રહ્યાં હતાં કે શું તે રન બનાવી શકશે? મને લાગે છે કે તે બુમરાહ વિશે વાત કરતાં નથી અને કદાચ તે માત્ર બોલર હોવાના કારણે જ છે. બેટ્સમેનોને વધુ હાઈલાઈટ કરવામાં આવે છે. બુમરાહના આંકડા મારી પાસે છે. તે ખૂબ લાંબા સમયથી 20થી ઓછી ઓવર રમી રહ્યો છે. આ અવિશ્વસનીય છે અને તમામ ફોર્મેટમાં. તે દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલ-ફોર્મેટ બોલર છે.’


Related Posts