એક કરોડ મહિલાઓને મળશે 10000 રૂપિયા, પીએમ મોદી આ તારીખથી શરૂ કરશે મહિલાઓ માટે આ ખાસ યોજના!

By: nationgujarat
26 Aug, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. આ માટે પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. પુરીમાં જગન્નાથ મંદિરના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી અને બે નાયબ મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં સુભદ્રા યોજનાની શરૂઆત માટે આમંત્રણ આપ્યું હતું.

ચૂંટણી વખતે આપ્યું હતું વચન
પ્રધાનમંત્રી તરફથી એના પર સહમતિ જતાવવામાં આવી છે. પ્રધાને જણાવ્યું કે મહિલા સશક્તિકરણ માટે અમે ચૂંટણી દરમિયાન દરેક મહિલાને 50000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઓડિશાના લોકોએ અમારા પર વિશ્વાસ જતાવ્યો છે. આ બધા વચ્ચે ઓડિશામાં મોહન માંઝીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યોજનાને લાગૂ કરવા માટે SOP જાહેર કરી છે.  તેમણે કહ્યું કે બીપીએલ કેટેગરી (ગરીબી  રેખા નીચે) હેઠળ આવતી 21-60 વર્ષના ઉંમર વર્ગવાળી એક કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ પાંચ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયા મળશે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે.


Related Posts