ઉર્વશી રાઉતેલાએ ચિરંજીવીની 13 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ ‘વાલ્ટેયર વીરય્યા’માં આઇટમ સોંગ કરીને કરોડો રૂપિયા ચાર્જ કર્યા છે. તેણે આ ફિલ્મમાં માત્ર ત્રણ મિનિટનું ગીત ‘બોસ પાર્ટી’ માટે 2 કરોડ ફી લીધી છે.ઉર્વશીએ જેટલી ફી ચાર્જ કરી છે, તેટલી ફિલ્મના વિલન પ્રકાશ રાજને પણ મળી નથી. પ્રકાશ રાજને વિલનના રોલ માટે 1.5 કરોડ રૂપિયા મળ્યા છે. ચિરંજીવી તથા ઉર્વશીનું આ વીડિયો સોંગ્સ ચાહકોને ઘણું જ ગમ્યું છે.ચિરંજીવીએ 50 કરોડ લીધા હોવાની ચર્ચા
સૂત્રોના મતે, ફિલ્મ ‘વાલ્ટેયર વીરય્યા’માં કામ કરવા બદલ ચિરંજીવીએ અંદાજે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. અન્ય લીડ એક્ટર રવિ તેજાને 17 કરોડ મળ્યા છે. ફિલ્મ એક્ટ્રેસ શ્રુતિ હાસને 2.5 કરોડ ચાર્જ કર્યા છે.
ફિલ્મે વર્લ્ડવાઇડ 200 કરોડની કમાણી કરી
આ ફિલ્મ એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં ચિરંજીવીએ ડૉનની ભૂમિકા ભજવી છે. રવિ તેજાએ SP વિક્રમ સાગરનો રોલ પ્લે કર્યો છે. ચાહકોમાં આ ફિલ્મ અંગે ઘણો જ ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મમાં શ્રુતિ હાસન મહત્ત્વના રોલમાં છે. ફિલ્મે 10 દિવસમાં વર્લ્ડવાઇડ 200 કરોડથી વધુની કમાણી કરી છે.
રિષભ પંતને કારણે ચર્ચામાં રહે છે
ઉર્વશી રાઉતેલા ક્રિકેટર રિષભ પંતને કારણે ચર્ચામાં રહેતી હોય છે. થોડાં દિવસ પહેલા રિષભના અકસ્માત સમયે ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ ઘણી ચર્ચામાં આવી હતી. ઉર્વશી ઘણીવાર ટ્રોલિંગનો ભોગ પણ બની છે. રિષભ પંત કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. તેણે આ હોસ્પિટલની એક તસવીર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.