આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવાઈ

Asharam Accused

દુષ્કર્મ કેસમાં લંપટ આસારામ દોષિત સાબિત થયો છે. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.આ કેસમાં સરકારે આસારામને આજીવન કેદની માંગ કરી હતી. તો બચાવ પક્ષે ઓછામાં ઓછી સજા માંગી હતી. 9 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આખરે આજે ચુકાદો આવ્યો હતો.

કોર્ટ રૂમ માં સ્પેશિયલ સરકારી વકીલ આર. સી.કોડેકર અને આસારામના વકીલ બી.એમ.ગુપ્તા હાજર  રહ્યા હતા. તો આસારામને જોધપુર જેલમાંથી  વીડિયો કોંફરન્સના માધ્યમથી જોડવામાં આવ્યો હતો. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી.કે.સોનીએ દોષિત આસારામને સજાનું એલાન કર્યુ હતું. સરકારી વકીલ આરસી કોડેકરે કોર્ટરૂમ બહાર કહ્યું કે, સજા વિશે અમારી ટીમને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે 376 અને 377 કલમ અંતર્ગત આજીવન કેદ, પીડિતને 50 હજાર રૂપિયાનું વળતર, અને પાછળની 5 સેક્શનમાં એક-એક વર્ષની સજા અને નોમિનલ ફાઈન આપવાનો ઓર્ડર કર્યો છે. આજીવન કેદ બાદ મહત્તમ સજા ફાંસીની હોય છે. પ્રોસિક્યુશન આજીવન સજા બાદ ફાંસીની સજા માટે અપીલ કરતુ નથી. પરંતુ બચાવ પક્ષનો અપીલ કરવાનો અધિકાર છે.

બાકીના 6 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામ દુષ્કર્મ કેસ નોંધાયો હતો. જેમાં પાખંડી ધર્મગુરુ આસારામ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાઈ હતી. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આસારામ દુષ્કર્મ કેસનું હિયરિંગ થયું. ત્યારે હવે આસારામ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. ત્યારે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. સોમવારે બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે અને બાકીના છ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આશારામને આજે કોર્ટ 11 વાગ્યે સજા સંભળાવશે. વકીલે વધુ માહિતી આપતા કહ્યું કે, આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કલમ 342 ગેરકાયદે અટકાયત, કલમ 357 શારીરિક ઈજા, કલમ 376, 377 હેઠળ આરોપીને કોર્ટે દોષિત ગણાવ્યા છે. આસારામને વધુમાં વધુ સજા મળે તેવા પ્રયત્ન કરશુ.

કોર્ટે કોને ગઈકાલે નિર્દોષ છોડ્યા
1 ભારતી ..આસારામ પુત્રી
2 લક્ષ્મી..આસારામ પત્ની
3 નિર્મલા ..ઢેલ
4 મીરા…બંગલો
5 ધ્રુવ
6 જસવતી

80 વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા
જેમાં બે સાક્ષી મૃત્યુ પામ્યા છે
અખિલ ગુપ્તા
અમૃત પ્રજાપતિ

કલમ
376 (B) બળાત્કાર, 377 સૃષ્ટિવિરુદ્ધ નું કૃત્ય, 357 હુમલો, 342 હુમલો, 323 માર મારવો, 346 બળજબરીથી ગોંધી રાખવા, 354, 120 b સડયંત્ર, 201 પુરાવા નો નાશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe