આલિયા ભટ્ટ કે દીપિકા પાદુકોણ નહીં, ગૂગલ પર સૌથી વધુ સર્ચ કોના માટે થયુ જાણો

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ આ વર્ષે લાઈમલાઈટમાં હતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી કોઈ પણ આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોની યાદીમાં સ્થાન મેળવી શક્યું નથી. આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રી આલિયા કે દીપિકા નહીં પરંતુ બોલિવૂડ દિવા સુષ્મિતા સેન છે.

સુષ્મિતા સેન આ યાદીમાં પાંચમા સ્થાને છે અને જો અહેવાલોનું માનીએ તો તે આ યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર બોલીવુડ અભિનેત્રી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુષ્મિતા સેનને તેની કોઈપણ ફિલ્મ કે ગીતના કારણે સર્ચ કરવામાં આવી નથી. રિપોર્ટ્સનું માનીએ તો આ વર્ષે સુષ્મિતા સેનને લલિત મોદી સાથેના તેના કનેક્શનને કારણે સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે.

આ યાદીમાં નૂપુર શર્મા પ્રથમ સ્થાને છે અને દ્રૌપદી મુર્મુ બીજા સ્થાને છે. આ યાદીમાં ઋષિ સુનક અને લલિત મોદી અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાન પર છે. આ વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે સુષ્મિતા સેન લલિત મોદી સાથે રિલેશનશિપમાં છે. જોકે, બાદમાં સુષ્મિતા અને લલિત મોદીએ પોતે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe