આલિયા ભટ્ટ આજે આપશે બાળકને જન્મ, રણબીર સાથે હોસ્પિટલ પહોંચી એક્ટ્રેસ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણા સમયથી માતા-પિતા બનવાના સમાચારને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસની પ્રેગ્નેન્સીનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે.ટેસ્ટ માહિતી મુજબ આલિયા અને રણબીર રિલાયન્સ હોસ્પિટલ પહોંચ્યા છે. એવું માનવામાં આવે છે કે એક્ટ્રેસ આજે પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે.

સોશિયલ મીડિયા પર બંનેની હોસ્પિટલ પહોંચવાની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આલિયા હાલમાં જ તેના પતિ રણબીર સાથે હોસ્પિટલ પહોંચી છે.

એવું માનવામાં આવે છે કે થોડા સમય પછી નીતુ કપૂર પણ આ હોસ્પિટલ પહોંચવાની છે. એટલે કે આલિયા ગમે ત્યારે કપૂર પરિવારના નાના અંશને જન્મ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe