આજે નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો માતા ચંદ્રઘંટાની પૂજાની રીત

નવરાત્રીના પવિત્ર તહેવારમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિનો ત્રીજો દિવસ 28 સપ્ટેમ્બર 2022, બુધવારના રોજ છે. દેવી પુરાણ અનુસાર, દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. દેવીના મસ્તક પર અર્ઘ આકારની અર્ધચંદ્રાકાર શોભે છે, તેથી તેનું નામ ચંદ્રઘંટા પડ્યું.

માતા ચંદ્રઘંટા, માતાનું ત્રીજું સ્વરૂપ, સિંહ પર સવાર છે. દસ હાથમાં કમળ અને કમંડલ ઉપરાંત શસ્ત્રો છે. કપાળ પરનો અર્ધ ચંદ્ર તેમની ઓળખ છે. આ અર્ધ ચંદ્રને કારણે તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.

મંત્ર

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता।।

કપડાં-

મા ચંદ્રઘંટાની પૂજામાં ઉપાસકોએ સોનેરી અથવા પીળા વસ્ત્રો પહેરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe