આ વખતે, બિગ બોસમાં જોવા મળતા લગભગ તમામ સ્પર્ધકોનું નસીબ ચમક્યું છે અને એક મોટો જેકપોટ હાથમાં છે. સૌંદર્યા શર્મા પાસે 2-3 ફિલ્મોની ઑફર છે, જ્યારે નિમૃત કૌર આહલુવાલિયાને ‘લવ સેક્સ ઔર ધોખા 2’ની ઑફર મળી છે. તે જ સમયે, અબ્દુ રોજિકને પણ મજબૂત ઓફર મળી છે. અહેવાલ છે કે અબ્દુ રોજિકને એક આંતરરાષ્ટ્રીય રિયાલિટી શોની ઓફર મળી છે. આ એ જ શો છે જેમાં એક વખત શિલ્પા શેટ્ટીએ ભાગ લીધો હતો અને જીતી હતી.
ETimes ના અહેવાલ મુજબ, અબ્દુ રોજિકને બિગ બ્રધર યુકેની ઓફર મળી છે અને તેણે તેનો સ્વીકાર પણ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુ જૂન અથવા જુલાઈમાં આ રિયાલિટી શોના શૂટિંગ માટે રવાના થશે. ‘બિગ બ્રધર યુકે’ લગભગ 5 વર્ષ પછી કમબેક કરી રહી છે અને તે નવા ફોર્મેટમાં જોવા મળશે.’બિગ બોસ 16’માં અબ્દુને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે બહાર જઈને ‘બિગ બ્રધર’ અને અન્ય તમામ રિયાલિટી શો કરશે. ‘બિગ બોસ 16’નો ફિનાલે 12 ફેબ્રુઆરીએ થશે